નરોડાના હંસપુરામાં માતાએ પુત્રને ત્રીજા માળેથી ફેંકીને પોતે પણ કુદીને કરી આત્મહત્યા, માનસિક બીમારી બન્યુ મોતનુ કારણ

Webdunia
શનિવાર, 7 ડિસેમ્બર 2024 (13:44 IST)
નરોડા વિસ્તારમાં ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં એક માતાએ તેના સાત વર્ષના દીકરા સાથે ત્રીજા માળેથી કૂદકો મારીને આત્મહત્યા કરી લીધી છે. આ બનાવની વિગત સામે આવતાં સ્થાનિક પોલીસ બનાવના સ્થળે પહોંચી હતી. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. માતા માનસિક રીતે અવસ્થ હોવાથી દવા ચાલી રહી હોવાનું પણ સામે આવ્યું છે. 
 
પ્રાથમિક તબક્કે મળી રહેલી માહિતી અનુસાર નરોડના હંસપુરા વિસ્તારમાં 33 વર્ષીય વિરાજબેન વાણીયાએ 8 વર્ષના પુત્રને ત્રીજા માળેથી ફેંક્યા બાદ તેમણે પણ કૂદકો મારી આત્મહત્યા કરી લીધી છે. વિરાજબેનના પતિ મિતેશકુમાર વાણીયા હિંમતનગર ડોગ સ્ક્વોડમાં પોલીસ ખાતામાં ફરજ બજાવે છે. 
 
સ્થાનિક પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, મરનારના પતિ હાલ હિંમતનગરના ડોગ્સ- સ્ક્વોડમાં ફરજ બજાવે છે. તેમનું નામ મિતેશ વાણિયા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. આત્મહત્યા પાછળ અન્ય કોઈ કારણ છે કે નહીં? એ તપાસવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે. બીજી તરફ મોબાઈલ અથવા કોઈ આત્મહત્યા પહેલાં કોઈ ચિઠ્ઠી લખી હોય અથવા મેસેજ કર્યો હોય એ દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર

Next Article