નર્મદા જિલ્લામાં સૌના મોઢે એક જ વાત : “Yes ! We can end TB”

Webdunia
શુક્રવાર, 24 માર્ચ 2023 (11:16 IST)
જર્મન વૈજ્ઞાનીક ડો.રોબર્ટ કોચે વર્ષ – ૧૮૮૨ એ ૨૪મી માર્ચના રોજ વિશ્વને ટીબી માટે જવાબદાર બેકટેરીયાની ઓળખ કરી માટે દર વર્ષે ૨૪ મી માર્ચને “વિશ્વ ક્ષય દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. “Yes ! We can end TB”, કોરોના બાદ અબ કી બાર ટીબી પે પ્રહાર... જેવી રીતે કોરોના મહામારી દરમિયાન દેશના પ્રત્યેક નાગરિકોએ માસ્ક, સેનિટાઈઝર સહિત સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને એકતા-અનુસાશનનો વિશ્વને પરિચય આપીને કોરોના પર જે રીતે આકરો પ્રહાર કર્યો, તેનો શ્રેય કેન્દ્ર-રાજ્ય સરકાર સહિત “પ્રજા-તંત્ર” ને જાય છે. 
 
દેશને વર્ષ - ૨૦૨૫ સુધી ટીબી મુક્ત બનાવવાના ધ્યેયમંત્ર સાથે મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીએ “પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન” નો શુભારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઝુંબેશ થકી આગામી ત્રણ વર્ષમાં દેશને ટીબી મુક્ત બનાવવાનો સંકલ્પ કર્યો છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈની આગેવાની હેઠળ કલેક્ટર શ્વેતા તેવતિયા સહિત “પ્રજા-તંત્ર” કહી રહ્યા છે. “હા અમે ટીબીને જડમૂળથી સમાપ્ત કરીને સમાજના એક જવાબદાર નાગરિકની ભૂમિકા અદા કરીશું. કારણ કે, “ટીબી હારેગા તભી તો દેશ જીતેગા”. 
 
ટીબીના શંકાસ્પદ દર્દીઓના સર્વે અને સારવાર માટે નર્મદા જિલ્લાની સક્રિય કામગીરી ટીબી જેવા હઠીલા રોગ સંદર્ભે વિદેશમંત્રી એસ.જયશંકરના ભંડોળમાંથી મળેલ એક્ષ-રે વાન થકી અગાઉ કુલ ૨૪૮૪ શંકાસ્પદ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ૯ ટકા દર્દીઓ એટલે કે ૨૧૦ દર્દીઓ પોઝિટિવ મળ્યા હતા. આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ ટ્રાયબલ સબપ્લાનમાંથી પણ તમામ તાલુકાઓમાં આપેલા અદ્યતન ટેક્નોલોજીથી સુસજ્જ “ટ્રુ-નાટ” (TrueNat) મશીનમાં કુલ ૫૦૫૫ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૧૬૯ જટેલા ટીબીના દર્દીઓ મળી આવ્યા હતા. માનવતાના આ સેવાકાર્યમાં જોડાઈને “જન ભાગીદારી” ને “જન આંદોલન”માં પરિવર્તિત કરીને એકતાના મંત્રને સર્વોપરી રાખીને આગળ વધી રહેલા નર્મદા જિલ્લા પાસે હઠીલા ટીબીના ઝડપી નિદાન માટે અત્યાધુનિક ટ્રુનાટ (TrueNat) મશીન છે. જે શંકાસ્પદ દર્દીઓના ગળફાની તપાસ કરવાની સાથે સાદુ ટીબી છે કે મલ્ટી ટ્રગ રેજીસ્ટેન્ટ છે તેની ઓળખ કરવા સક્ષમ છે. 
 
ટૂંકમાં સુક્ષ્મ ચેપો ધરાવતા દર્દીને શોધવા સક્ષમ છે. જિલ્લામાંથી ટીબી નોટિફિકેશનના રેટને ઘટાડવા આરોગ્ય વિભાગ દ્વારા કેસો આઈડેન્ટિફાઈ કરી તેના ડિટેક્શન માટે સર્વેની સઘન કામગીરી કરાઈ છે. સમગ્ર રાજ્યમાં ડિટેક્શન અને તાલુકા કક્ષાએ ખાસ ડિટેક્શન મશીનો વસાવવા સહિત પ્રિવેન્ટિવ સારવાર પુરી પાડવામાં રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે. જિલ્લાના ૨૧૩ “દિલદારો” એ નિક્ષયમિત્ર બનીને ૩૫૦ દર્દીઓને લીધા દત્તક જિલ્લામાં કુલ ૧૫૫૫ ટીબીના દર્દીઓ છે, ટૂંકમાં વડાપ્રધાનના ટીબી મુક્ત ભારતના આહ્વાનને સાકાર કરી ટીબી સામેની લડાઈને જન આંદોલનમાં પરિવર્તિત કરવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનકકુમાર માઢક, જિલ્લા ટીબી અધિકારી ડો. ઝંખનાબેન વસાવા સહિત જિલ્લા-તાલુકા આરોગ્ય વિભાગના અધિકારી, MPHW, FHW, ડેડિયાપાડા તાલુકા વિકાસ અધિકારી, તબીબો સહિત સેવાભાવી સંસ્થા તંત્રના અધિકારીઓ, નાગરિકો સહિત વિવિધ સેવાભાવી સંસ્થાઓના સહિયારા પ્રયાસથી જિલ્લાના ૨૧૩ લોકોએ નિશ્ચય કર્યો નિક્ષય મિત્ર બનવાનો અને કુલ ૩૫૦ ટીબીના દર્દીઓને ૦૬ માસ માટે દત્તક લઈને સમાજવાયા છે. 
 
ભારતવર્ષમાં તેમજ રાજ્યમાં સૌથી વધુ ટ્રુ-નાટ મશીન વિકસાવવામાં નર્મદા જિલ્લો પ્રથમ ક્રમે ટીબીના દરને ઘટાડવા માટે ૨૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે આવેલ ટીબી નિદાન લેબોરેટરી સહિત ૫ તાલુકાઓ માટે CHC, SDH ખાતે ઉત્તમકક્ષાનું અદ્યતન ટેક્નોલોજી યુક્ત “ટ્રુ-નાટ” (TrueNat) મશીન ઉપલબ્ધ છે. (TrueNat) મૂળ રૂપે એક કલાકમાં ટ્યુબરક્યુલોસિસ (ટીબી) શોધવા માટે વિકસાવવામાં આવી છે. 
 
ગૌરવ લેવા બાબત છે કે નર્મદા જિલ્લો ભારત દેશ અને ગુજરાત રાજ્યનું એક માત્ર જિલ્લો છે જેના તમામ તાલુકાઓમાં ટ્રુ-નાટ મશીન ઉપલબ્ધ છે. જિલ્લામાં આરોગ્ય વિષયક થઈ રહેલી સરાહનીય કામગીરીમાં નાગરિકો પણ પોતાની સહભાગીતા નોંધાવતા એસ્પિરેશનલ નર્મદા જિલ્લો અન્ય જિલ્લાઓ માટે ઇન્સ્પિરેશનલ બની રહેલું છે. રાજ્ય સરકાર સહિત નર્મદા જિલ્લાના આરોગ્યતંત્રએ પણ ટીબી નિર્મૂલન અભિયાનમાં જોડાઈને જિલ્લાને ટીબીના રોગથી મુક્ત કરવા માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરી છે. 
 
ઘણાં સમયથી જિલ્લામાં ટીબી રોગ અંગે લોકોને જાગૃત કરીને નિર્ભિક રીતે પોતાની સમસ્યાઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જણાવવા માટે સક્રીય પણે પ્રચાર-પ્રસારની સરાહનીય કામગીરી હાથ ધરી હતી. નર્મદા જિલ્લાના નાગરિકોએ કર્યો નિશ્ચય, નિક્ષયમિત્ર બનીને ટીબી પર કર્યો આકરો પ્રહાર માનવતાના આ નેક અભિગમને ચરિતાર્થ કરવા માટે જિલ્લાના નાગરિકો સ્વૈચ્છિક રીતે આગળ આવીને ટીબીના દર્દીઓને દત્તક લઈને પોતાની સમાજ પ્રત્યેની જવાબદારીઓ અદા કરીને સમાજમાં ઉત્તમ ઉદાહરણ રજૂ કરી રહ્યાં છે. 
 
ટીબીના દર્દીઓ માટે પોષણયુક્ત રાશનની કીટ ઉપલબ્ધ કરાવીને વહેલીતકે તંદુરસ્ત બનાવવાની આ ઝુંબેશમાં જોડાવવા આરોગ્ય વિભાગ દ્વારા નિ:શુલ્ક સારવાર ઉપલબ્ધ છે. નર્મદા જિલ્લાના ગામે-ગામ નિક્ષય મિત્ર ટીબીના દર્દીઓની સારસંભાળ રાખી રહ્યું છે. વૈશ્વિક ધરોહર સમાન લોહપુરુષ, અખંડ ભારતના પ્રણેતા એવા સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાની સાનિધ્યમાં નર્મદા જિલ્લાના જાગૃત નાગરિકોએ પણ જે રીતે એકતા અને ભાઈચારાનો પરિચય આપીને અન્ય જિલ્લાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે. ટીબી સામે નર્મદા જિલ્લા આરોગ્ય તંત્રએ જે રીતે રણશીંગુ ફુંક્યું છે, તેનાથી કહી શકાય કે ટીબી મુક્ત નર્મદા જિલ્લાની પરિકલ્પના ખોટી નથી.

સંબંધિત સમાચાર

Next Article