અમદાવાદમાં માતાએ લગ્નની વાત કરતા દીકરાએ માતાને માથામાં અને ખભા પર લોખંડની પાઇપ મારી

Webdunia
શનિવાર, 26 ફેબ્રુઆરી 2022 (09:11 IST)
અમદાવાદના ઈસનપુરમાં માતાએ દીકરાની લગ્નની વાત કરી ત્યારે લગ્ન માટે ના પાડનાર દીકરાએ ઉશ્કેરાઈને માતા સાથે ઝઘડો કરીને લોખંડની પાઈપ વડે હુમલો કરીને ત્રણ ફટકા માર્યા હતાં. ઉપરાંત માતાને ધમકી આપી કે, જો ફરી વખત લગ્ન કરીશ તો જાનથી મારી નાખીશ.

આ અંગે માતાએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી દીકરાને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે. ઈસનપુરના સમ્રાટનગરમાં રહેતા અને ઘર પાસે જ લોટ દળવાની ઘંટી ચલાવવાનું કામ કરતા શાંતાબહેન તેમના દીકરા આનંદ સાથે ઘરે રહે છે.માતા અને દીકરો ઘરે હતો. ત્યારે આનંદના લગ્ન કરવા બાબતે વાતચીત કરતા હતા. ત્યારે આનંદ અનાચક ઉશ્કેરાયો હતો. માતા શાંતાબહેન સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. જેથી શાંતાબહેન કહ્યું કે, લગ્ન તો કરવા જ પડશે ને તેમ જણાવતા આનંદ વધુ ઉશ્કેરાયો હતો.
માતા શાંતાબહેન સાથે મારઝુડ પર ઉતરી આવ્યો હતો. શાંતાબહેને શાંત રહેવાનું કહેતા ઉશ્કેરાયેલો આનંદે દુકાનમાંથી લોખંડની પાઈપ લઈને આવ્યો હતો. બાદમાં માતા શાંતા બહેનના હાથ, ખભા અને પગના ભાગે લોખંડની પાઈપના ફટકા મારવા લાગ્યો હતો. જેથી શાંતાબહેનને ગંભીર ઈજાઓ થવાથી તે જોર જોરથી રડવા લાગ્યા હતા.આ બનાવની કારણે આસપાસના લોકોને દોડી આવ્યા હતા. બાદમાં શાંતાબહેનને મારમારવાથી બચાવ્યા હતા. છતાં આનંદે ધમકી આપી કે, જો મારા લગ્નની વાત ફરી કરીશ તો જાનથી મારી નાખીશ. જે બાદ આનંદ ઘરેથી ચાલ્યો ગયો હતો. આ અંગે શાંતાબહેને નારોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આંનદના વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

સંબંધિત સમાચાર

Next Article