આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા, આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી

Webdunia
શુક્રવાર, 18 જૂન 2021 (11:04 IST)
ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ગયુ છે. અનેક જિલ્લાઓમાં ગુરુવારથી ભારે વરસાદ ખાબકી ચૂક્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે શુક્રવારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં આજે અમદાવાદ, બનાસકાંઠા, વડોદરા, વલસાડમાં ભારે વરસાદ ખાબકી શકે છે.  હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. વરસાદનું આગમન થતા જ લોકો તથા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે.

આગામી પાંચ દિવસ રાજ્યમાં હજુ વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગના અનુસાર, પશ્ચિમ રાજસ્થાનથી ઉત્તરપૂર્વ બંગાળની ખાડીમાં ટ્રો સર્જાયો છે. દક્ષિણ પાકિતાન અને તેની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ બાબત દર્શાવે છે કે આગામી ૨-૩ દિવસમાં ગુજરાતમાં ચોમાસાની આગેકૂચ થવા માટે સાનુકૂળ વાતાવરણ છે.  આજે વહેલી સવારથી પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 12 કલાકના વરસાદી આંકડા પર નજર કરીએ તો, ઉમરગામમાં 2.71 ઈંચ, ધરમપુરમાં 13 mm, પારડીમાં 1.92 ઇંચ, વલસાડમાં 1.81 ઇંચ, વાપીમાં 22 mm વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સારા વરસાદથી ધરતી પુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે.

રાજકોટ, અમરેલી, ભાવનગર અને જુનાગઢ તથા ગીરસોમનાથ જિલ્લામાં ભરપુર વરસાદ પડ્યો હતો. રાજકોટ જિલ્લાનાં પડધરી, જસદણ, કોટડાસાંગાણી અને આટકોટ પંથકમાં ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.શહેરના પૂર્વ તેમજ પશ્ચિમ વિસ્તારમાં મેઘમહેર શરૂ થઈ ગઈ છે. ગઈકાલે રાત્રે ધોધમાર વરસાદ બાદ આજે બપોર બાદ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. શહેરના પશ્ચિમમાં એસ.જી હાઈવે, પાલડી, નવરંપુરા, ઘાટલોડિયા તેમજ પૂર્વમાં નરોડા, મેમકો, નિકોલ સહિતના વિસ્તારમાં એક કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. હજુપણ અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી છે. વડાદરામાં ગઈકાલે 70 કિમીની ઝડપે ફુંકાયેલા પવનો સાથે 30 મિનિટ સુધી વરસેલા દોઢ ઈંચ વરસાદે શહેરને ઘમરોળી નાંખ્યું હતું. પવનોમાં 100થી વધુ ઝાડ, વુડા સર્કલની બન્ને તરફના ગેન્ટ્રી ગેટ, 5 હોર્ડિગ્સ ધરાશાયી થઈ ગયા હતા. ઝાડ નીચે દબાતા 5 ફોરવ્હિલર અને 10 ટુવ્હિલરને નુકશાન થયું હતું. રાત્રી બજારની સામે સળંગ 5 વીજ થાંભલા ધરાશાયી થઈ ગયા હતા.જ્યારે સોમાતળાવ પાસેનો ગેન્ટ્રી ગેટ નમી પડ્યો હતો. શહેરના નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતા રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

સંબંધિત સમાચાર

Next Article