ગત દોઢ વર્ષથી લોકો કોરોના મહામારીનો સામનો કરી રહ્યા છે. લાખો લોકોના જીવ લેવા ઉપરાંત મહામારીએ લોકોને માનસિક અને આર્થિક રૂપથી પણ તોડી દીધા છે. ધંધા-રોજગારમાં આવેલા ઘટાડાની સીધી અસર શિક્ષણ પર જોવા મળી રહી છે. તેના લીધે હવે વાલીઓ પોતાના બાળકોને પ્રાઇવેટ સ્કૂલોના બદલે સરકારી શાળાઓમાં એડમિશન લઇ રહ્યા છે. સ્થિતી એવી છે કે અમદાવાદ મ્યુનિસિપલની સ્કૂલોમાં ગત 10 દિવસોમાં 15 હજાર, 700 બાળકોના એડમિશન થયા છે અને અત્યાર સુધી હજારો વાલીઓ વઇટિંગમાં છે. જ્યારે દર વર્ષે આ આંકડો 15 હજારથી ઓછો થઇ રહ્યો છે.
નાના મોટા વેપારીઓ અને પ્રાઇવેટ જોબવાળા વાલીઓને આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. આવકમાં ઘટાડાના લીધે પ્રાઇવેટ સ્કૂલોની ફી વહન કરી શકતા નથી. તો બીજી તરફ ગત વર્ષે કોરોનાના લીધે સ્કૂલ સંચાલકોને ફીમાં 25 ટકનો ઘટાડો થયો છે, પરંતુ અ વર્ષે તો સંચાલકો ફી વધારા માટે પણ એફઆરસીને પ્રસ્તાવ પણ મોકલ્યો છે. તેનાથી પેરેન્ટ્સની ચિંતા વધારી છે.
માતા પિતાના અનુસાર હાલની સ્થિતિમાં મોંઘી ફી આપીને બાળકોને ભણાવવા મુશ્કેલ છે. હાલમાં તમામ સ્કૂલોમાં ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે. ખાનગી સ્કૂલો જે શિક્ષણ આપે છે, તે નિગમ સંચાલિત સ્કૂલોમાં પણ આપવામાં આવે છે. તો બીજી તરફ આગામી સમયમાં આવક વધવાની સંભાવના ઓછી છે, જેના લીધે વાલીઓને પ્રાઇવેટ સ્કૂલોની ફી ભરવામાં મુશ્કેલી થશે.
અમદાવાદ નગર નિગમ સ્કૂલ બોર્ડના અધ્યક્ષ વીરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે ગત વર્ષે 31 ઓગસ્ટ સુધી 18, 216 વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો. તો બીજી તરફ આ વરૅષે 10 દિવસમાં 15,700 વિદ્યાર્થીઓએ એડમિશન લીધા છે. અત્યારે પણ એડમિશન માટે વાલીઓ સ્કૂલોના ચક્કર લગાવી રહ્યા છે. તો બીજી તરફ નિગમ ઇંગ્લિશ મીડિયમના સ્કૂલોમાં એડમિશનની વધુ ડિમાન્ડ છે. અમારું પ્લાનિંગ પણ જરૂરિયાત અનુસર 2 પાળીમાં સ્કૂલ ચલાવવના છીએ. જેથી વધુમાં વધુ બાળકોને એડમિશન આપી શકીએ.