લાંબા વિરામ બાદ ગુજરાતમાં આ તારીખે પડશે ભારેથી અતિભારે વરસાદ

Webdunia
શનિવાર, 4 ઑગસ્ટ 2018 (12:01 IST)
સમગ્ર ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નબળી પડતાં છેલ્લા કેટલાય સમયથી વરસાદે લાંબો વિરામ લીધો છે. જોકે શુક્રવારે સુરત, વડોદરા સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો હતો.
 
વરસાદ બંધ થતાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી અને બાફનું પ્રમાણ વધતાં ગરમીનો અહેસાસ અનુભવાઈ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં વરસાદ ઓછો પડયો છે જેને લઈ ચિંતાનું મોજું છે. શુક્રવારે રાત્રે અમદાવાદમાં હળવાં વરસાદી ઝાપટાં પડયાં હતાં.
આગાહી મુજબ, આવતા સપ્તાહમાં આ વરસાદની ઘટ પૂરી થવા ઉપરાંત સારો વરસાદ પડશે. છઠ્ઠી ઓગસ્ટથી રાજ્યમાં પુનઃ મેઘરાજાની સવારી આવી પહોંચશે અને ભારેથી અતિભારે વરસાદ પડશે. શુક્રવારે સુરત, આણંદ, ભરૂચ અને ભાવનગરમાં વરસાદી ઝાપટાં પડયાં હતાં. બીજી તરફ અસહ્ય બાફથી લોકો અકળાઈ ઊઠયા હતા. વરસાદ ખેંચાતાં ખેડૂતોમાં ભારે ઉચાટ જોવા મળી રહ્યો છે કારણ કે, મોંઘા દવા અને ખાતર સાથે વાવણી કરેલી પાક મુરઝાઈ જવાની અણી ઉપર આવી પહોંચ્યો છે.

સંબંધિત સમાચાર

Next Article