મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ વરસાદ થી અતિ પ્રભાવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં એરફોર્સ ના હેલિકોપ્ટરથી હવાઈ નિરીક્ષણ કર્યું હતું

બુધવાર, 18 જુલાઈ 2018 (12:32 IST)
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ વરસાદ થી અતિ પ્રભાવિત ગીર સોમનાથ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં એરફોર્સ ના હેલિકોપ્ટરથી હવાઈ નિરીક્ષણ કર્યું હતું .તેમણે પૂર ની સ્થિતિ અને વરસાદે સર્જેલી પાણી ની પરિસ્થિતિ નિહાળી તાગ મેળવ્યો હતો.
મુખ્યમંત્રી આજે બપોરે સોમનાથ ગીર ના વરસાદી અસરગ્રસ્ત વિસ્તાર માં નિરીક્ષણ માટે એરફોર્સ ના હેલિકોપ્ટર દ્વારા રવાના થયા હતા..પરન્તુ ખરાબ હવામાન ને કારણે તેમનું હેલિકોપ્ટર સોમનાથ ન ઉતરી શકતા તેમણે જેતપુર માં  નોર્મલ લેન્ડિંગ  કરીને રોડ માર્ગે ગીર સોમનાથ જવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી મુખ્ય સચિવ  અને મુખ્યમંત્રી ના મુખ્ય અગ્ર સચિવ તથા વરિષ્ઠ અધિકારીઓ સાથે ગીર સોમનાથ પહોંચી ને વહીવટી તંત્ર ને બચાવ રાહત કામો માં માર્ગ દર્શન આપશે અને સમીક્ષા કરશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર