હાર્દિક પટેલનુ વિવાદિત નિવેદન, ગુજરાતના 44 પાટીદાર ધારસભ્યોને કહ્યુ 'ગધેડા'

Webdunia
શુક્રવાર, 24 ફેબ્રુઆરી 2017 (15:55 IST)
ગધેડાને લઈને રાજકારણ દિવસો દિવસ ગરમાય રહ્યુ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પછી હવે પાટીદાર સમાજના નેતા હાર્દિક પટેલ પણ આ રાજકારણમાં જોડાય ગયા છે. હાર્દિકે ગધેડાને લઈને ગુજરાત વિધાનસભામાં ચુંટાયેલા 44 પાટીદાર ધારાસભ્યો પર આપત્તિજનક નિવેદન આપતા તેમને ગધેડા કહી દીધુ. હાર્દિક આટલેથી જ રોકાયા નહી અને તેમણે કહ્યુ કે બીજેપીના કહેવા પર તેમનો સાથ ન આપનારાઓના ડીએનએમાં જ ખોટ છે.  ગઈકાલે સૂરત ક્રાઈમ બ્રાંચમાં રજૂ થયા પછી હાર્દિકે એક સભાને સંબોધિત કરી હતી જેમા હાર્દિકે અનેક વિવાદાસ્પદ નિવેદન આપ્યા. 
 
હાર્દિકે કહ્યુ, મને લોકો પૂછે છે કે આટલા મોટા આંદોલનથી તમને શુ મળ્યુ તો હુ જવાબ આપુ છુ કે અમને 44 પાટીદાર ગધેડા ધારાસભ્ય મળ્યા. જે 14 પાટીદાર યુવાઓના મૃત્યુ પછી પણ કશુ બોલી નથી રહ્યા. ઉલ્લેખનીય છે કે ગધેડાને લઈને રાજનીતિ ત્યારે ગરમાઈ જ્યારે એક ચૂંટણી રેલીમાં અખિલેશ યાદવે ગુજરાતના ગધેડાવાળી એક જાહેરાતની મદદ લઈને અપ્રત્યક્ષરૂપે પ્રધાનમંત્રી મોદી પર હુમલો કર્યો હતો કે ગુજરાતના લોકો ગધેડાઓનો પ્રચાર કરાવે છે.  અખિલેશના નિવેદન પર પ્રતિક્રિયા આપતા પીએમ મોદીએ કહ્યુ હતુ કે ગધેડા પોતાના માલિકના વફાદાર હોય છે. લોકો ગધેડાની મજાક બનાવે છે પણ હુ ગધેડા પાસેથી પ્રેરણા લઉ છુ. પીએમે કહ્યુ કે તેમને આવુ નિવેદન આપતા પહેલા એ જાણી લેવુ હતુ કે કોંગ્રેસે ગુજરાતના ગધેડાઓ પર ડાક ટિકિટ રજુ કરી હતી. 
Next Article