હળવદના કોંગ્રેસી ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા ટેકેદારો સાથે ભાજપમાં જોડાશે

Webdunia
સોમવાર, 11 માર્ચ 2019 (11:46 IST)
ભાજપમાં હવે કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે ત્યારે આચાર સંહિતા લાગુ થાય તે પહેલાં જ મુખ્યપ્રધાન રૂપાણીએ નવા કેબિનેટ તથા રાજ્યકક્ષાના મંત્રીઓને તેમના ખાતા ફાળવી દીધા હતાં. પરંતુ બીજી બાજુ એક ચર્ચા એવી પણ હતી કે હળવદના ધારાસભ્ય પુરુષોત્તમ સાબરિયા હવે ભાજપમાં જોડાશે. જો કે આ ચર્ચાનો હવે અંત આવી ગયો છે. હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આજે 1000 ટેકેદારો સાથે ભાજપમાં જોડાશે. ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ ભાજપના નેતાઓની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરશે. પરસોત્તમ સાબરિયા ભાજપમા જોડાવાથી આગામી લોકસભાની ચૂંટણીમા ભાજપને ફાયદો થશે. હળવદ ધ્રાંગધ્રા મતવિસ્તારમાં અનેક કોગ્રેસના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતીનીધીઓ પણ તેમની સાથે ભાજપમાં જોડાશે. પરસોત્તમ સાબરિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાશે અને આગામી ધારાસભા કે લોકસભાની એક ચૂંટણીમાં ભાજપમાંથી લડવાનું ફાઈનલ કરવામાં આવ્યુ હોવાની ચર્ચા જોવા મળી રહી છે.

સંબંધિત સમાચાર

Next Article