લોકસભા 2019ની ચૂટણીની તારીખોની થઈ જાહેરાત, 7 તબક્કામાં યોજાશે મતદાન, 23 મેના રોજ પરિણામ
રવિવાર, 10 માર્ચ 2019 (17:43 IST)
ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે. પંચ દ્વારા લોકસભા ચૂંટણી 2019ની તારીખો જાહેર કરવામાં આવી રહી છે. ચૂંટણી જાહેર થવાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. 2014ની લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પણ રવિવારે કરવામાં આવી હતી. હાલની લોકસભાનો કાર્યકાળ 3 જૂનના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.
- મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરાએ તારીખ જાહેર કરતાં જણાવ્યું હતું, બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ અમે ધ્યાનમાં લીધો છે. આ વખતે 90 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાંથી 1.5 કરોડ મતદાર પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરશે.