તાજેતરમાં જ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના રાજકારણીય યુદ્ધ જીત્યા પછી કોંગ્રેસની નજર હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાત પર છે. લોકસભા ચૂંટણી 2019 માં કોંગ્રેસે રાજ્યની 26 લોકસભા સીટોમાંથી અડધી સીટો જીતવાનુ ટારગેટ ફિક્સ કર્યુ છે. જ્યારે કે 2014ના લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને આ ગઢમાં એક પણ સીટ મળી નહોતી બધી સીટો પર ભાજપાએ જીત નોંધાવી હતી.
ગુજરાતની 26 લોકસભા સીટોમાંથી કોંગ્રેસે મિશન-13 નો પ્લાન બનાવ્યો છે. પાર્ટીએ આ સીટોની ઓળખ કરી લીધી છે. જ્યાથી તેને જીતની આશા છે. કોંગ્રેસે આ માટે જમીની સ્તર પર કામ કરવુ શરૂ કરી દીધુ છે. ગયા વર્ષે રાજ્યમાં થયેલ વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને જીતવામાં પરસેવો પડી ગયો હતો અને 100નો આંકડો પણ ન અડી શકી. બીજી બાજુ કોંગ્રેસ બીજેપીથી માત્ર 9 સીટ પાછળ રહી ગઈ હતી.
કોંગ્રેસ જે 13 લોકસભા સીટો પર નજાર બનાવી રહી છે એ છે ગુજરાતની આણંદ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટન, જૂનાગઢ, દાહોદ, બારડોલી, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, ભરૂચ અને મહેસાણા લોકસભા સીટ સામેલ છે. કોંગ્રેસે આ 13 સંસદીય સીટોની ઓળખ છેલ્લા બે વિધાનસભા ચૂંટણી અને બે લોકસભા ચૂંટણીના પરિણામોને ઝીણવટભર્યો અભ્યાસ કર્યા પછી કરવામાં આવી છે.