‘ડેઈલી બોનસ’ શોની નવી પહેલ, વલસાડના ગામની મહિલાઓ માટે બનાવ્યો સ્પેશિયલ એપિસોડ
શનિવાર, 2 ફેબ્રુઆરી 2019 (14:28 IST)
ગુજરાતી ઈન્ડસ્ટ્રી દિવસે ને દિવસે વિકસી રહી છે. તે પછી ફિલ્મ હોય કે ટીવી સીરિયલ. ગુજરાતી ફિલ્મો હવે હિટ નહીં પણ સુપરહિટ જઈ રહી છે એ જ રીતે કલર્સ ટીવીની ગુજરાતી સીરિયલો પણ પોતાની દરેક સીરિયલ માટે ઘણાં દર્શકો ખેંચી લાવી છે. ‘મહેક-મોટા ઘરની વહુ’, ‘દીકરી વ્હાલનો દરિયો’ અને ‘ડેઈલી બોનસ’ આ ત્રણે શોએ દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે અને એટલે પોતાના દર્શકોને ખુશ કરવા કલર્સ ટીવીનો સૌથી વધુ જોવાતો શો એટલે કે ‘ડેઈલી બોનસ’ એક સ્પેશિયલ એપિસોડ લઇને આવી રહ્યો છે.
કલર્સ ગુજરાતીએ તાજેતરમાં વલસાડ જીલ્લાની 15 ગ્રામીણ મહિલાઓ માટે ખાસ એપિસોડ ચલાવવાનું નક્કી કર્યું છે. એન.જી.ઓ. શ્રીમદ્ રાજચંદ્ર મિશન સાથે સંકળાયેલી આ મહિલાઓ તેમના પ્રિય શો ‘ડેઈલી બોનસ’નો ભાગ બનવા માંગતી હતી અને તેમની ઈચ્છા પૂરી કરવા માટે આ શો તેમના માટે 'બોનસ' લઇને આવ્યો. ગામડાંની મહિલાઓ સાથે આ સ્પેશિયલ એપિસોડનું શૂટિંગ સમાપ્ત થઈ ગયું છે અને ટૂંક સમયમાં જ આ શો ઓન એર કરવામાં આવશે.
જો કે, આમાં દર્શકોને ડબલ એન્ટરટેઇનમેન્ટ મળવાનું છે કારણ કે, ડેઈલી બોનસના આ એપિસોડમાં માત્ર આ શોની જ ટીમ નહીં પણ સાથે ‘મહેક-મોટા ઘરની વહુ’ અને ‘દીકરી વ્હાલનો દરિયો’ શોની સ્ટાર કાસ્ટમાં પણ આ એપિસોડમાં જોવા મળવાની છે. આ બંને શોના મુખ્ય અભિનેતા વિશા વીરા, કેમી વાઘેલા અને નિશાંત સુરુ આ 15 મહિલા સાથે અને શોના એન્કર સોહન સાથે દરેક ગેમની મજા લેવા જોડાયા હતા. આ બધા કલાકારોએ સાથે આખો દિવસ પસાર કર્યો હતો અને શોની દરેક ગેમનો આનંદ માણ્યો હતો. આ સમગ્ર પ્રવૃત્તિ વાયાકોમ 18ની બ્રાંડ ફિલોસોફી - 'ઓપન ન્યૂ વર્લ્ડસ' હેઠળ યોજવામાં આવી હતી.