હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશ ત્રણેય એક મંચ પર બોલ્યા સરકાર હટાવીને રહીશું

Webdunia
શનિવાર, 14 ઑક્ટોબર 2017 (12:17 IST)
આજતક ચેનલના એક કાર્યક્રમમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને દલિત નેતા જિગ્નેશ મેવાણી એક સાથે ઉપસ્થિત રહ્યા હતા. ત્રણે યુવા નેતાઓએ ભાજપ સરકાર સામે ભારે રોષ વ્યકત કર્યો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સરકારને સત્તાને બહાર કરવાની પણ ત્રણેય વાત કરી. હાર્દિકે કહ્યું કે, ભારતની ઓળખ જ અનેકતામાં એકતા છે. જયારથી દેશ છે ત્યારથી જાતિ છે. ૧ કરોડ ૨૦ લાખ પાટીદાર છે. તેણે કહ્યું કે, 'હું જે જાતિમાંથી આવું છે તેની વાત કરવાની મારી ફરજ છે. જો મોદી સરકાર કે કોઈ પણ સરકાર અંગ્રેજ બનવાનો પ્રયાસ કરશે તો આમ આદમી પાસે ભગત સિંહ બનવા ઉપરાંત કોઈ વિકલ્પ નથી. હાર્દિકે કહ્યું કે, 'સંવિધાનમાં અનામતની વાત કહેવાઈ છે, તો એ જ સંવિધાનમાં સૌના અધિકારની પણ વાત કહેવાઈ છે. આજે પાટીદાર સમાજની સ્થિતિ ઘણી ખરાબ છે. એટલે તેને અનામત મળવી જોઈએ.  હાર્દિકે કહ્યું કે, બુલેટ ટ્રેનનું ફંડ ગુજરાતના વિકાસમાં લગાવો, જેથી ગુજરાતના યુવાનોને રોજગારી મળી શકે. તેણે કહ્યું કે, 'મને દલિત અને ઓબીસીથી કોઈ મુશ્કેલી નથી. અમે ત્રણે એક જ થાળીમાં જમી રહ્યા હતા. તેનાથી વધુ સારું શું હોઈ શકે છે. હાર્દિકે કહ્યું કે, 'આ વખતની વિધાનસભાની ચૂંટણી ગુજરાતની ૬ કરોડની જનતાની છે, જે ભાજપની વિરુદ્ઘ છે. તેનો ફાયદો કોને મળશે બધા જાણે છે. મને કોંગ્રેસની બી ટીમ કહે છે તો કહે. હું સત્તાની વિરુદ્ઘ છું, અને દમ લગાવીને ભાજપને હરાવીશું. આ લડાઈ અમારા યૂથની છે. ૨૨ વર્ષથી સત્તામાં બેઠેલા લોકોએ શું કર્યું તે જગજાહેર છે. અલ્પેશે કહ્યું કે, દેશી દારૂને કારણે હજારો લોકો દર વર્ષે મરે છે. ગુજરાતમાં દેશી દારૂ સતત વેચવામાં આવી રહ્યો છે. સરકારની નાક નીચે દારૂ વેચાઈ રહ્યો છે અને સરકાર હાથ પર હાથ રાખીને બેઠી છે. 'આજે ગુજરાતની હાલત ઘણી ખરાબ છે. વિકાસની વાત કરાવમાં આવે છે, તે માત્ર દેખાવો છે. જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, 'મોદી જેટલી વખત ગુજરાત આવે છે, એટલી વખત પોલીસ મને સવારે ૬ કલાકે ઉઠાવી લે છે. મારાથી શું બીક છે? મારા ઘરે ૨૪ કલાક પોલીસ લગાવી દે છે, મને ડરાવાઈ રહ્યો છે. આ ગંભીર સવાલ છે. મારે કોઈ ધરણાં કરવા છે તો મને કરવા દેવો જોઈએ. ઉનામાં દલિતને મારવામાં ન આવ્યા હોત અને ઉત્પીડન ન થયું હોત તો ૫૦ લાખ દલિત રસ્તા પર ન ઉતર્યા હોત. તેણે કહ્યું કે, 'ગુજરાતમાં દલિતોને જમીન ફાળવવામાં આવી છે, તેના પટ્ટા નથી મળ્યા. સરકાર વાત નથી કરતી. ગુજરાતમાં ૭ ટકા દલિત છે, પરંતુ દેશમાં ૧૭ ટકા છે. અમે ત્રણે (જિગ્નેશ મેવાણી, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર) મળીને ભાજપને ૧૩૦ બેઠકો પર નુકસાન કરીશું.'
જિગ્નેશે કહ્યું કે, 'દલિત આંદોલનનો હેતુ સત્તા નથી. અમારો સંઘર્ષ જાતિમૂલક સમાજની સ્થાપના છે. અમે ગુજરાતી બનીને સવાલ ઉઠાવી રહ્યો છું. નર્મદા નદીના કિનારે વસેલા લોકોને વસાવાયા હોત તો આજે લોકો ધરણા પર ન બેઠા હોત. મેવાણીએ કહ્યું કે, 'આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જાતિના નામ પર વોટ નહીં પડે, પરંતુ ભાજપને સત્તામાંથી હટાવવા માટે પડશે.' જિગ્નેશે પણ બુલેટ ટ્રેન મામલે વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું. તેણે કહ્યું કે, 'ગુજરાતમાં બુલેટ ટ્રેન લાવવામાં આવી રહી છે, પરંતુ રાજયમાં લાખો બાળકો કુપોષિત છે, હોસ્પિટલોમાં લોહીના ડાઘવાળી ચાદર મળે છે. આજે જીડીપીની સ્થિતિ શું છે. આ બધાની સામે ઊભા થાવ તો સરકાર ડરાવવાનું કામ કરે છે.' તેણે કહ્યું કે, 'જે સરકારના પક્ષમાં રહો તો દેશ પ્રેમી છે અને જે સરકારનો વિરોધ અને ધરણાં કરે છે તેને દેશદ્રોહી જાહેર કરી દેવાય છે.'

સંબંધિત સમાચાર

Next Article