ગુજરાતમા યોગી બોલ્યા 'ગુજરાતની આ ભૂમીને હું નમન કરવા આવ્યો છું'

શુક્રવાર, 13 ઑક્ટોબર 2017 (11:22 IST)
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજથી બે ગુજરાત પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન તેઓ ભાજપની ગુજરાત ગૌરવ યાત્રમાં જોડાયા હતા. જેમાં પારડીમાં રોડ શો કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં યોગી આદિત્યનાથે ગુજરાતમાં ભાષણની શરૂઆત કરી હતી ત્યાર બાદ કહ્યું હતું કે ગુજરાતની આ ભૂમીને હું નમન કરવા આવ્યો છું. અને યુપીમાં ગુજરાત વિકાસનું મોડલ લાગુ કરવા માગીએ છીએ. ધન્ય છે નરેન્દ્ર મોદીને જેણે દેશને ગૌરવ અપાવ્યું. આ ઉપરાંત યોગીએ દાવો કર્યો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદીને અનુસરવા માગે છે, ટ્રમ્પ નરેન્દ્ર મોદીના રસ્તે આગળ ચાલીને અમેરીકાને આગળ લઈ જવા માગે છે. ત્યાર બાદ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં.
 
ઉલ્લેખનીય છે કે, ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. શુક્રવારે સવારે તેઓ અમદાવાદમાં પ્રાઈવેટ ન્યુઝ ચેનલના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેમ જણાવતા પ્રદેશ ભાજપના સુત્રોએ કહ્યુ કે, ગૌરવ યાત્રાને પ્રતિસાદ તેમજ સોમવારે મળી રહેલા ૭ લાખ પેજ પ્રમુખ સંમેલનની પુર્વ તૈયારીઓ અંગે સ્થાનિક સંગઠન સાથે તેઓ બેઠક યોજીને માર્ગદર્શન કરશે. રવિવારે ગૌરવ યાત્રાના સમાપન પુર્વે શનિવારે રાજ્યમાં ૭૦ સ્થળે મહિલા સંમેલનોને સાંકળીને અમદાવાદમાં ટ્વિટર ટાઉનહોલ કાર્યક્રમને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સંબોધશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર