Todays Top 10 Gujarati News - આજના મુખ્ય 10 ગુજરાતી સમાચાર

ગુરુવાર, 12 ઑક્ટોબર 2017 (10:54 IST)
હાર્દિક સામે ભાજપાનુ નમતુ..રાષ્ટ્રધ્વજના અપમાનનો કેસ પાછો લીધો... 
 
ભાજપે વિધાનસભાની ચૂંટણી જીતવા પાટીદારોને મનાવવાના પ્રયત્નો શરૂ કર્યા છે. જો કે હાર્દિક પટલની મક્કમતાના કારણે ભાજપને તેમાં ધારી સફળતા મળી નથી ત્યારે હવે ભાજપ સરકારે હાર્દિક પટેલ સામે ઘૂંટણ ટેકવ્યા છે. હાર્દિક પટેલે રાજકોટ જિલ્લાના પડઘરી ખાતે રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું હોવાનો કેસ નોંધાયો હતો. ભાજપ સરકારે હાર્દિક પટેલ સામેનો રાષ્ટ્રધ્વજના અપમાનનો કેસ પાછો લેવા નિર્ણય લીધો છે. 
 
કોલેજ અને યૂનિવર્સિટીના શિક્ષકોને દિવાળી ભેટ, સાતમાં પગાર પંચની મંજૂરી 
 
કેન્દ્ર સરકારે કેન્દ્રીય અને રાજ્ય યુનિવર્સિટી અને કૉલેજોના શિક્ષકોને દિવાળી પહેલાં સાતમા પગાર પંચની ગિફ્ટ આપી દીધી છે. આથી 7.5 લાખ શિક્ષકોને ફાયદો થશે. કેન્દ્રીય કેબિનેટે આ પગાર વધારાને મંજૂરી આપી દીધી છે. પગાર વધારો 1 જાન્યુઆરી 2016થી લાગૂ થશે. આ નિર્ણયની જાહેરાત કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરે કરી.
 
રાહુલ ગાંધીના ગયા પછી હવે 16મીએ નરેન્દ્ર મોદીની વિરાટ જાહેરસભા 
 
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. તેથી ગુજરાતમાં હાલ નેતાઓની અવરજવર વધી રહી છે. ગાંધીનગર નજીકના ભાટ ગામે આગામી તા.16મીના રોજ પીએમ મોદી નરેન્દ્ર મોદીની એક વિરાટ જાહેરસભાનું આયોજન કર્યું છે. આ જાહેરસભા ઐતિહાસિક અને કોંગ્રેસ માટે પડકારરૃપ બની રહે એ માટે ભાજપે વિશાળ મેદની એકત્રિત કરવા એડીચોટીનું જોર લગાડયું છે કોર્પારેટરોને કાર્યકરોને લાવવા ચોક્કસ સંખ્યાનો લક્ષ્યાંક આપ્યો છે અને એક સંદેશો જાહેર કર્યા છે કે, કાર્યકરોની મોટી ફોજ લઈ આવો, તેમને ભાટ લઈ જવા લાવવા માંગો ત્યા તે સ્થળે જોઈએ તેટલી લકઝરી બસો મોકલી આપવામાં આવશે.
 
વીરેન્દ્ર સહેવાગને શ્રીલંકાના આ બોલરથી ડર લાગતો હતો 

 ટીમ ઇન્ડિયાના પૂર્વ સ્ટાર બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગ દિગ્ગજ બોલરોને હંફાવવા માટે જાણીતા છે. વિરેન્દ્રની વિસ્ફોટક બેટિંગની સામે વિશ્વના દિગ્ગજ બોલર ડરતા હતા, પરંતુ વીરૂને પણ એક બોલરથી ડર લાગતો હતો. આ બોલર ન તો બ્રેટ લી હતો અને ન તો રાવલપિંડી એક્સપ્રેસ શોએબ અખ્તર હતો પરંતુ વિરૂને જેનાથી ડર લાગતો હતો તે બોલર એક સ્પિનર હતો. સેહવાગે જણાવ્યું કે મુરલીધરન સામે બેટિંગ કરવી ખુબ મુશ્કેલ હતી. આમ તો મને કઈ બોલરથી ડર નહોતો લાગતો પરંતુ મુરલીધરન અને તેમના હાવભાવ જોઈને ડર લાગતો હતો 
 
કોંગ્રેસ ગુજરાત વિધાનસભામાં 400 યુવાનોને આગળ કરશે 
 
કોંગ્રેસે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં યુવાનોને તૈનાત કરવાની તૈયારી કરી છે કે જેથી પરિવર્તન દેખાયઃ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇના લગભગ 400 યુવાનોને જવાબદારી સોંપશેઃ દરેક વિધાનસભા ક્ષેત્રમાં ઓછામાં બે યુવાનોને ચૂંટણી પ્રચારના સમન્વય માટે તૈયાર કરાશેઃ આ યુવાનો પ્રચારની જવાબદારી સંભાળશેઃ સોશ્યલ મીડીયા અને બીજા પ્રચાર માધ્યમો સાથે સમન્વયનું તેઓ કામ કરશેઃ રાહુલ ગાંધીની નવસર્જન યાત્રાથી કોંગ્રેસ ભારે ઉત્સાહીત છે.

કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ ફાગવેલના ભાથીજી મહારાજ મંદિરમાં દર્શન કર્યાં

કોંગ્રેસના ચૂંટણીપ્રચાર માટે હાલ ગુજરાતના પ્રવાસે આવેલા કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ ૧૧ ઓક્ટોબર, બુધવારે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં આવેલા ફાગવેલના ભાથીજી મહારાજ મંદિરમાં દર્શન કર્યાં હતા અને હવનવિધિમાં પણ ભાગ લીધો હતો. એમની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી તથા અન્ય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર