રાજ્યમાં કુપોષણ ન હોવાનો સરકાર ન દાવો પોકળ સાબિત થયો છે. હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યુ છે, ત્યારે કોંગ્રેસ પૂછેલા એક પ્રશ્નથી ગુજરાતમાં કુપોષણની પોલ ખુલ્લી પડી હતી. વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા કરાયેલી પ્રશ્નોત્તરીમાં ગુજરાતના બાળકોમાં કેટલું કુપોષણ છે તેવું પૂછવામા આવ્યું હતું. જેનો જવાબ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતમાં કુપોષણના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. રાજ્યભરમાં 1,05,938 બાળકો કુપોષિત હોવાનો ખુદ સરકારે સ્વીકાર કર્યો છે. ભાજપ દ્વારા દરેક શહેર-જિલ્લાના કુપોષિત બાળકોના આંકડા સામે આવ્યા છે, જે આ મુજબ છે. સુરેન્દ્રનગર 5642 ભરુચમાં 2636 ગીરસોમનાથમાં 1356 પોરબંદરમાં 501 રાજકોટમાં 1949 છોટાઉદેપુરમાં 1231 જામનગરમાં 2411 મહીસાગરમાં 4051 દેવભૂમિ દ્વારકામાં 1836 આણંદમાં 1669 ખેડામાં 7008 અમદાવાદમાં 1715 નર્મદામાં 2741 પાટણમાં 5259 વડોદરામાં 7625 અમરેલીમાં 1953 બોટાદમાં 489 મોરબીમાં 1801 દાહોદમાં 7419 જૂનાગઢમાં 1999 ભાવનગરમાં 6058 ડાંગ જિલ્લામાં 3768 વલસાડમાં 2188 નવસારીમાં 1173 તાપીમાં 3540 કચ્છમાં 1749 સાબરકાંઠામાં 6247 ગાંધીનગરમાં 3648 પંચમહાલ 5790 બનાસકાંઠામાં 6539 અરવલ્લીમાં 3959