દેશમાં હાલમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણી ટાણે અનેક સ્કૂલો અને હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવામાં આવી હતી. આ દરમિયાન આજે ગુજરાત ATS દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી ISISના ચાર આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે મૂળ શ્રીલંકાન નાગરિકો અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હોવાની સેન્ટ્રલ એજન્સીના ઇનપુટ બાદ આ ચારેય શખ્સને ઝડપી લેવામાં આવ્યા છે. ગુજરાતમાં અથવા અન્ય રાજ્યમાં કોઈ કનેક્શન છે કે નહીં તેની તપાસ માટેની પ્રક્રિયા ATSએ હાથ ધરી છે.
<
Four ISIS terrorists, who are Sri Lankan nationals, arrested at Ahmedabad airport: Gujarat ATS pic.twitter.com/pTHwPlZfnM
— ANI (@ANI) May 20, 2024
async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >
સેન્ટ્રલ એજન્સીએ ગુજરાત એટીએસને કેટલાક ઇનપુટ શેર કર્યા
સુત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા ઘણા સમયથી સેન્ટ્રલ એજન્સી દ્વારા ગોલ્ડ સ્મગલિંગ અને અન્ય વસ્તુઓ પર નજર રાખવામાં આવી રહી હતી, તે સમયે એક સેન્ટ્રલ એજન્સીએ ગુજરાત એટીએસ સાથે મળીને કેટલાક ઇનપુટ શેર કર્યા હતા. ત્યારબાદ ગુજરાત એટીએસની ટીમ અમદાવાદ એરપોર્ટ પર ખાસ વોચમાં હતી તે સમયે એક શકમંદ તેમના રડારમાં આવ્યો હતો અને તેની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી.
4 terrorists arrested
ગુજરાતમાં સ્લીપર સેલ છે કે નહીં તેની તપાસ શરૂ
ગુજરાત ATS દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી જે ચાર શખ્સોની અટકાયત કરવામાં આવી છે તે આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ આતંકવાદી છે અને તે સંગઠન સાથે ઘણા સમયથી સક્રિય હતા. તેઓ મૂળ શ્રીલંકન નાગરિક છે અને તે અમદાવાદ એરપોર્ટ શા માટે આવ્યો? ગુજરાત તેમજ ભારતમાં કોઈ મોમેન્ટ છે અથવા તેના કોઈ સ્લીપર સેલ છે કે નહીં તે તપાસવા માટે ગુજરાત એટીએસ દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
હથિયાર કર્યા જપ્ત
પાકિસ્તાનના અબુના કહેવાથી આરોપીઓ સ્યુસાઇડ બોમ્બર બનાવ તૈયાર થયા હતા. મોબાઈલમાં અલગ અલગ વીડિયો મળ્યા જે સક્રિય સભ્ય બની ગયા હતા. પાકિસ્તાનથી 4 લાખ શ્રીલંકન રૂપિયા ટ્રાન્ફર કરવામાં આવ્યા હતા. નાના ચિલોડા પાસેના ફોટા મળ્યા હતા. ત્યાં ફોટોમાં હથિયાર રાખ્યા હતા. તે હથિયાર ત્યાં જઈને ફોટો મુજબ મળી આવ્યા હતા.
પોલીસ દ્વારા પૂછપરછ ચાલુ
ચારેય શ્રીલંકન નાગરિક હિન્દી અને અંગ્રેજી ભાષા બરોબર જાણતા ન હોવાથી તમિલ ભાષાના જાણકાર મારફતે તેમની પૂછપરછ કરતાં તેમણે (1) મોહમ્મદ નુસરથ અમ્હેમદ ગની (ઉ.વ. 33, રહે. 27/17, રહમાનાબાદ, પેરીયમોલ, નિગંબુ, શ્રીલંકા), (2) મોહમ્મદ નફરાન નૌફેર (ઉ.વ. 27, રહે. 203/17, લીયાર્ડસ, બ્રોડ વે, કોલંબો-14, શ્રીલંકા), (3) મોહમ્મદ ફારિસ મોહમ્મદ ફારૂક (ઉ.વ. 35, રહે. 415/29, જુમ્મા મસ્જીદ રોડ, માલિકાવત, કોલંબો, શ્રીલંકા) અને (4) મોહમ્મદ રસદીન અબ્દુલ રહીમ (ઉ.વ. 43, રહે. 36/20, ગુલફન્ડા સ્ટ્રીટ, કોલંબો-13, શ્રીલંકા) હોવાનું જણાવ્યું હતું.