Ahmedabad Airport New Record
પ્રવાસીઓની સંખ્યામાં આ અભૂતપૂર્વ વૃદ્ધિ એરપોર્ટમાં કરાયેલા નવા સુધારા અને કનેક્ટિવિટી વધારવાની કટિબદ્ધતા દર્શાવે છે. અમદાવાદ એરપોર્ટ 245થી વધુ દૈનિક ઉડાનની સુવિધા પૂરી પાડે છે. એરપોર્ટના બે ટર્મિનલ દ્વારા 32,150 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરોને પરિવહનની સેવા આપવામાં આવે છે. જનરલ એવિએશન(G.A.) ટર્મિનલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, જી-20, યુ-20 અને વર્લ્ડકપ મેચ જેવી મુખ્ય ઇવેન્ટ્સ અમદાવાદ ખાતે આવતાં વીવીઆઈપી મહેમાનોને ઉત્તમ સુવિધા આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, ગત વર્ષે પેસેન્જર્સની સંખ્યામાં વધારો તેના કારણે નોંધાયો હતો.આગામી ઉનાળામાં અમદાવાદ એરપોર્ટ 8 એરલાઈન્સ અને 16 આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ દ્વારા 40થી વધુ ડોમેસ્ટિક સ્થળોને જોડતી સેવા પૂરી પાડશે. જેમાં ગ્વાલિયર, નાંદેડ, સિલીગુડી, રાજકોટ અને ઔરંગાબાદમાં ડાયરેક્ટ ફ્લાઇટ્સ દ્વારા જોડવામાં આવી રહી છે. જ્યારે જબલપુર, વિશાખાપટ્ટનમ અને કોઇમ્બતુરને પણ ફ્લાઇટ્સ દ્વારા જોડવામાં આવશે. અમદાવાદ એરપોર્ટ પર હૈદરાબાદ, ભોપાલ, ગોવા, વારાણસી, બેંગલુરુ, કોલકાતા અને પૂણેની વધારાની ફ્લાઇટ શરૂ થશે.