ગુજરાત સરકારની સરકારી નોકરી માટેની પરીક્ષાને લઈને જે લોકો તૈયારી કરી રહ્યા હોય તેને માટે ખૂબ સારા સમાચાર આવ્યા છે. છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે બધી પરીક્ષાઓનો ટાઈમ ટેબલ બગડી ગયો છે. કેટલીક તો રદ્દ પણ થઈ ગઈ છે.
સરકાર તરફથી પોઝીટીવ સમાચાર આવ્યા છે. ગુજરાત સરકારની PSI, Forest, PI, Head Cleark, LRD, Bin Sachivalay જેવી દરેક એક્ઝામની તૈયારી કરનારાઓ માટે આજે સારા સમાચાર આવ્યા છે.
આ અગાઉ પરીક્ષા જાહેર થઈને કેન્સલ થઈ હતી ત્યારબાદ સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ આ પરીક્ષા 15મી મે થી શરૂ થવાની હતી પણ થઈ શકી નહી તેથી હવે આવતા મહિને જૂનમાં 15 તારીખ પછી પરીક્ષા થઈ શકે છે.
ગુજરાતના લાખો યુવાઓ સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છે. અને અનેક ભરતી પરીક્ષાના ફોર્મ ભરાય ગયા હતા, પણ કોરોનાને કારણે આ બધી પરીક્ષાઓ અટકી પડી છે. જૂનમાં કુલ 21 પરીક્ષા થવાની છે. જેમા ફોરેસ્ટ ઓફિસર, આસિસ્ટન્ટ ઈજનેર GMC, પોલીસ ઈંસ્પેક્ટર (ફિઝિકલ) વર્ગ 1 અને 2 (મેઈંસ) , એસટીઆઈ (મેઈન્સ) , ઓફિસ આસિસ્ટેંટ વર્ગ 3, ખેતી અધિકારી વર્ગ 2, એઆરટીઓ, સંશોધન અધિકારી વર્ગ 2, ટેકનીકલ પોસ્ટની અન્ય 12 પરીક્ષા