ગુજરાતમાં ચોમાસુ લંબાતા ખેડૂતોની ચિંતા વધી

Webdunia
સોમવાર, 5 જુલાઈ 2021 (12:20 IST)
રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદનુ ક્યાય નામોનિશાન નથી.  રાજ્યમાં વરસાદ નથી જેને લીધે લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. લોકો આશા રાખીને બેઠા છે કે ટૂંકમાં જ તેમને ત્યાં પણ વરસાદ પડશે. સૌથી વધુ ચિંતા જગતના તાતને છે.  રાજયમાં વરસાદ ખેંચાતા ખેડૂતોએ પાકનું વાવેતર કર્યુ છે તે નિષ્ફળ જાય તેવો ભય ખેડૂતોમાં વ્યાપી ગયો છે. ખેડૂતોને જે વાવેતર કર્યુ છે તે વાવેતરને અત્યારે પાણીની તાતી જરૂરિયાત છે, પાણી ન મળે તો પાક બળી જાય તેવી સ્થિતિ છે. આથી કિસાન સંઘ રાજય સરકારને સોમવારે રજૂઆત કરશે તેમ કિસાન સંઘના સત્તાવાર સૂત્રો જણાવ્યું હતું.
 
રાજ્યમાં કચ્છમાં ચોમાસાની અત્યારસુધીની સીઝનનો સરેરાશ 2.2 ઈંચ વરસાદ થયો છે, ઉત્તર ગુજરાતમાં અત્યારસુધીની સીઝનનો 3.66 ઈંચ વરસાદ પડ્યો છે. મધ્ય ગુજરાતમાં અત્યારસુધીની ચોમાસાની કુલ સીઝનનો 4.80 ઈંચ વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં અત્યારસુધીની કુલ સીઝનનો 3.3 ઈંચ જેટલો વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં સીઝનનો અત્યારસુધીનો કુલ 9.37 ઈંચ વરસાદ થયો છે.
 
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદની વાત કરીએ તો, ગઈકાલથી આજસુધીમાં માત્ર એક જ તાલુકામાં વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુરના ક્વાંટ તાલુકામાં 24 કલાકમાં માત્ર 1 મિમી વરસાદ નોંધાયો હતો. આ સિવાય રાજ્યના મોટા ભાગના વિસ્તારો કોરા જ રહ્યા હતા.

સંબંધિત સમાચાર

Next Article