બીબીસીના સંશોધનમાં જાણવા મળ્યું કે રાષ્ટ્રવાદના નામે ફેક ન્યૂઝનો પ્રસાર વધી રહ્યો છે.

Webdunia
સોમવાર, 12 નવેમ્બર 2018 (19:43 IST)
અમદાવાદ ખાતે 12 નવેમ્બરે યોજાયેલ બેયોન્ડ ફેક ન્યૂઝ પ્રોજેક્ટના લોન્ચિંગમાં બીબીસીના એક નવા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે લોકો રાષ્ટ્ર નિર્માણના ઉદ્દેશોની સાથે રાષ્ટ્રવાદી સંદેશાવાળા ફેક ન્યૂઝ શેર કરી રહ્યા છે અને રાષ્ટ્રીય ઓળખાણનો પ્રભાવ સમાચારો સાથે જોડાયેલાં તથ્યોની તપાસની જરૂરિયાત પર ભારે પડી રહ્યો છે. આ જાણકારી સામાન્ય લોકોના દૃષ્ટિકોણથી ફેક ન્યૂઝના ફેલાવાનું વિશ્લેષણ કરતા પ્રકાશિત કરવામાં આવેલા એક અધ્યયનમાં જાણવા મળી છે. આ રિપોર્ટ ટ્વિટરના નેટવર્કની તપાસ કરીને પૃથ્થકરણ કરે છે કે લોકો એનક્રિપ્ટેડ મૅસેજિંગ ઍપ્સમાં કેવી રીતે મૅસેજનું આદાન-પ્રદાન કરે છે. બીબીસી માટે આ વિશ્લેષણ કરવું ત્યારે સંભવ બન્યું જ્યારે મોબાઇલ ધારકોએ બીબીસીને તેમના ફોનની તપાસ કરવા માટે અધિકાર આપ્યો. આ રિસર્ચ ખોટી માહિતી સામે એક આંતરરાષ્ટ્રીય પહેલ, બિયૉન્ડ ફેક ન્યૂઝ પ્રોજેક્ટના એક અંગના લૉન્ચ થયું છે.  ભારતમાં લોકો એ પ્રકારના મૅસેજને શેર કરવામાં એક પ્રકારનો હિચકિચાટ અનુભવે છે જે તેમના મતે હિંસા પેદા કરી શકે છે પરંતુ આ જ લોકો રાષ્ટ્રવાદી મૅસેજને શેર કરવા પોતાનું કર્તવ્ય સમજે છે. ભારતની પ્રગતિ, હિંદુ શક્તિ અને હિંદુ ગૌરવના પુનરુદ્ધાર સાથે જોડાયેલા મૅસેજને તથ્યોની તપાસ કર્યા વિના શેર કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારના મૅસેજ મોકલતી વખતે લોકો એવું અનુભવે છે કે જાણે તેઓ રાષ્ટ્રનિર્માણનું કામ કરી રહ્યા છે. કેન્યા અને નાઇજીરિયામાં ફેક ન્યૂઝના પ્રસાર પાછળ કર્તવ્યની ભાવના છે.  આ રિપોર્ટ સૂચવે છે કે ભારતમાં ફેક ન્યૂઝ અને મોદીના સમર્થનમાં રાજકીય સક્રિયતા ભારે માત્રામાં છે. બિગ ડેટા ઍનાલિસિસના પ્રયોગથી ટ્વિટરના નેટવર્કોના વિશ્લેષણમાં બીબીસીને જાણવા મળ્યું છે કે ભારતમાં ડાબેરીઓ તરફ ઝોક ધરાવતા ફેક ન્યૂઝના સ્રોતોમાં આંતરિક સંબંધ ઓછો છે. જ્યારે જમણેરીઓ તરફ ઝોક ધરાવતા ફેક ન્યૂઝના સ્રોતોની વચ્ચે ગાઢ સંબંધ છે. આ કારણથી ડાબેરીઓ તરફ ઝોકવાળા ફેક ન્યૂઝની સાપેક્ષે જમણેરી તરફ ઝોકવાળા ફેક ન્યૂઝ ઝડપથી અને દૂર સુધી ફેલાય છે.  બીબીસી વર્લ્ડ સર્વિસમાં ઑડિયન્સ રિસર્ચ વિભાગના પ્રમુખ ડૉક્ટર સાંતનુ ચક્રવતી કહે છે, "આ સંશોધનના કેન્દ્રમાં એ સવાલ છે કે સામાન્ય લોકો ફેક ન્યૂઝને કેમ ફેલાવી રહ્યા છે જ્યારે તેઓ ફેક ન્યૂઝના ફેલાવાને લઈને ચિંતિત હોવાનો દાવો કરે છે. આ રિપોર્ટ ઇન-ડેપ્થ ક્વૉલિટેટીવ અને નૃવંશ વિજ્ઞાનની ટેકનિકની સાથે સાથે ડિજિટલ નેટવર્ક ઍનાલિસિસ અને બિગ ડેટા ટેકનિકની મદદથી ભારત, કેનિયા અને નાઇજીરિયામાં અલગ-અલગ વિસ્તારોમાં ફેક ન્યૂઝને સમજવાનો પ્રયાસ કરે છે. આ દેશોમાં ફેક ન્યૂઝના ટેકનિકલ કેન્દ્રીત સામાજિક રૂપને સમજવાની આ પહેલી પરિયોજનાઓમાંની એક છે.

સંબંધિત સમાચાર

Next Article