વડનગરમાં પુરાતત્વ વિભાગ દ્વારા નવી સાઈટો પર ખોદકામ શરુ થશે

સોમવાર, 12 નવેમ્બર 2018 (17:31 IST)
વડાપ્રધાન મોદીના વડનગરમાં વધુ નવી જગ્યાઓ પર ખોદકામ શરુ થવા જઈ રહ્યું છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની 5મી બ્રાન્ચે 2018-19ની સીઝન માટે ખોદકામનો વિસ્તાર વધાર્યો છે.
અત્યારે વડનગરમાં શર્મિષ્ઠા તળાવ પાસેથી મળી આવેલા સુપર સ્ટ્રક્ચર બાદ ASI દ્વારા રેલવે સ્ટેશન નજીક ખોદકામ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. વડનગરથી 5 કિલોમીટર દૂર આવેલા તારંગા તળાવના પરિઘમાં તારંગા હીલની સંસ્કૃતી અને વારસાને બહાર લાવવા માટે અન્ય એક ટીમ પણ કાર્યરત છે.
ઉત્ખનન ટીમ અત્યારે વગનગરના સાંસ્કૃતિક વારસાને શોધવાનું કાર્ય કરી રહી છે. માનવામાં આવે છે કે આ પ્રાચીન પશ્ચિમ વિસ્તારમાં આવેલા એવા કેટલાક સ્થળોમાંથી એક છે જે જ્યાં 2100 વર્ષ જૂના અવશેષો સારી હાલતમાં મળી આવ્યા છે.
2015માં ASI એ વધુ ખોદકામ હાથ ધરીને વધુ શોધવા માટે કાર્ય શરુ કર્યું હતું. સાતમી સદીમાં ભારત આવેલા ચીનના પ્રવાસી હ્યુએન ત્સંગે હિનાયા સંપ્રદાયના 1000 બૌદ્ધ સાધુઓનો ઉલ્લેખ "ઓનાન તો પુ લો" માં કર્યો હતો જે આનંદપુરમાં હોવાનું મનાય છે. આનંદપુર વડનગરનું જૂનું નામ છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર