ગુજરાતના કચ્છ જિલ્લામાં સોમવારે સાંજે 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જોકે આ ભૂકંપમાં કોઇ જાનહાનિ કે જાનમાલને નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી. ભચાઉની નજીક ભુકંપનું કેન્દ્ર હોવાનું સામે આવ્યું છે. ભુજના અનેક વિસ્તારોમાં ભુકંપનાં 4.1ની તિવ્રતાના ધરતીકંપના આંચકાઓ અનુભવાયા હતા.
કચ્છમાં 4.3ની તિવ્રતાના ધરતીકંપ બાદ લોલોનાં હૈયા થાળે પડ્યાહ તા ત્યાં ફરી એકવાર 3ની તિવ્રતાનો આફ્ટર શોક આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મોટા ભાગના વિસ્તારોમાં લોકો ઘરની બહાર જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત તંત્ર પણ એલર્ટ પર છે. કઇ પણ પ્રકારની દુર્ઘટનાને પહોંચી વળવા માટે સ્ટેન્ડટુનો આદેશ આપવામાં આવ્યો છે. લોકોને પણ અફવાઓ નહી ફેલાવવા અને અફવાઓ તરફ નહી દોરવાવા માટેની અપીલ કરવામાં આવી છે.
ગાંધીનગરના આઇએસઆરએ જણાવ્યું હતું કે 7:01 વાગે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેની તીવ્રતા 4.3 હતી. તેનું કેંદ્વ બિંદુ કચ્છ જિલ્લાના ભરૂચમાં ઉત્તર-ઉત્તરપૂર્વમાં 23 કિલોમીટર દૂર હતું. તેથી પહેલાં આ જિલ્લામાં થોડા કલાકો પહેલાંનો હળવો આંચકો અનુભવાયો હતો. જેનું કેંદ્બ બિંદુ અમદાવાદથી 340 કિલોમીટર દૂર હતું. વહીવટી તંત્રએ કહ્યું કે અત્યાર સુધી ભૂકંપના લીધે કોઇ જાનહાનિ કે માલહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી.
આઇએસઆરના અનુસાર કચ્છના અન્ય ભાગમાં સોમવારે 9 વાગે 2.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેંદ્વ જિલ્લાના દુધાઇના પશ્વિમ-ઉત્તર પશ્વિમમાં 16 કિલોમીટરના અંતર પર હતું. કચ્છ જિલ્લામાં જાન્યુઆરી 2001માં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા અને લાખો મકાનો ધ્વસ્ત થયા હતા.