જસ્ટિસ બોબડે દેશના 47 મા મુખ્ય ન્યાયાધીશ બન્યા, રાષ્ટ્રપતિએ અપાવી શપથ

સોમવાર, 18 નવેમ્બર 2019 (09:50 IST)
- ન્યાયાધીશ બોબડેએ CJI પદ માટે શપથ લીધા, 
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અપાવી શપથ 
- દેશના 47 મા મુખ્ય ન્યાયાધીશ બન્યા જસ્ટિસ બોબડે
 
જસ્ટિસ શરદ અરવિંદ બોબડે (એસએ બોબડે) એ ભારતના 47 મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટિસ બોબડેને ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ અપાવ્યા. 17 નવેમ્બરના રોજ નિવૃત્ત થયેલા ભૂતપૂર્વ CJI રંજન ગોગોઇએ ન્યાયાધીશ બોબડેના નામની ભલામણ CJI માટે કરી હતી.
 
ન્યાયાધીશ બોબડે 18 મહિના સુધી મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપશે. તેઓ 23 એપ્રિલ 2021 ના ​​રોજ નિવૃત્ત થશે. અયોધ્યામાં તાજેતરમાં સમાપ્ત થયેલ રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદના ચુકાદાની સુનાવણીની બેંચમાં ન્યાયમૂર્તિ બોબડે પણ સામેલ હતા 
 
 CJI ન્યાયાધીશ ના રૂપમાં એસ. એ. બોબડેની સામે ઘણા મોટા નિર્ણયો આપવાના રહેશે જેના પર તેમને પોતાનો નિર્ણય જાહેર કરવાનો રહેશે.  તાજેતરમાં જ અયોધ્યા વિવાદ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ મુસ્લિમ પક્ષ દ્વારા તેના પર સમીક્ષાની અરજી દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ, સબરીમાલા વિવાદને હવે  મોટી  બેંચ સમક્ષ મોકલવામાં આવ્યો છે, આવી પરિસ્થિતિમાં તેઓ  સીજેઆઈ તરીકે આ બેંચનો ભાગ રહેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર