પરમાણુ કાર્યક્રમમાં ભૂમિકા
આપણે એ ક્યારેય ન ભૂલવુ જોઈએ કે ભારતે 1998માં જે પરમાણુ પરીક્ષણ કર્યુ હતુ તેમા પણ ડો. કલામની વિશેષ્ટ ભૂમિકા હતી. એ સમયે તેઓ ડીઆરડીઓના પ્રમુખ હતા. હિન્દુસ્તાનને દુનિયાની મોટી તાકત બનાવવાને કારણે દેશના ઈતિહાસમાં તેમનુ નામ સ્વર્ણિમ અક્ષરથી લખવામાં આવશે. દુનિયાના ગણ્યા ગાઠ્યા રાષ્ટ્રપ્રમુખ જ એવા હશે જેમણે તેમના જેટલી ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત હશે. વૈશ્વિક રાજનીતિમાં પણ તેમની મુખ્ય ભૂમિકા હતી. તેઓ ખૂબ મોટા માનવતાવાદી હતા. તેઓ મૃત્યુદંડ આપવાના વિરુદ્ધ હતા. ખાસ કરીને ન્યાયાલય દ્વારા.
તેમના જેવો બીજો કલામ મળવો મુશ્કેલ
તેઓ પોતાના એક જુદા વ્યક્તિત્વવાળા હતા. તેમના જેવો બીજો થવો મુશ્કેલ છે. તેમનો બાળકો પ્રત્ય જે પ્રેમ હતો તેને જોઈને આશ્ચર્ય થતુ હતુ. આટલા મોટા વૈજ્ઞાનિક અને રાષ્ટ્રપ્રમુખ બન્યા પછી તેઓ બાળકો સાથે ખૂબ ઉંડો જોડાવ અનુભવતા હતા. તેઓ બાળકો સાથે બાળકોની જેમ વાત કરતા હતા.