આવકવેરા ખાતાના અિધકારીઓની ૨૦થી વધુ ટીમોએ ગુજરાતની ફાર્માસ્યૂટિકલ્સના ક્ષેત્રની બહુ જાણીતી કંપની ડિશમાન ફાર્માની ઑફિસ અને તેમના માલિકો-પ્રમોટર્સના રહેઠાણ સહિત અમદાવાદ, નરોડા અને બાવળાના ૧૭ જેટલા સૃથળોએ દરોડા પાડયા છે અને એ ક સૃથળે તપાસ ચાલુ કરી છે. સેટેલાઈટ બોપલ રોડ પર કૌસ્તુભ હાઉસના ૩૯ નંબરના બંગલા સહિત બાર નિવાસસૃથાનોને પણ દરોડા હેઠળ આવરી લેવામાં આવ્યા છે.આ દરોડામાં કંપનીના નરોડા, બાવળા અને અમદાવાદ ખાતેના તમામ એકમોને આવરી લેવામાં આવ્યા છે. ચીફ મૅનેજિંગ ડિરેક્ટર જન્મેજય વ્યાસ, ડિરેક્ટર દેવભૂતિ વ્યાસ, ડિરેક્ટર અદિતિ વ્યાસ અને મૅનેજિંગ ડિરેક્ટર અર્પિત વ્યાસના નિવાસ સૃથાનને પણ દરોડા હેઠળ આવરી લેવામાં આવ્યા છે.અર્પિત વ્યાસ અત્યારે સ્વિટ્ઝર્લૅન્ડમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. આ દરોડા દરમિયાન આવકવેરાના અિધકારીઓને હાથ લાગેલી વિગતો મુજબ કંપની એન્ટ્રીઓ એકોમોડેટ કરવાની કામગીરી કરતી હોવાનો પણ જણાય છે. તેમાં ટ્રાન્સફર પ્રાઇસિંગના પણ ઇશ્યૂઓ હોવાનું જણાઈ રહ્યું છે. તેવી જ રીતે કંપની દ્વારા જંગી પ્રમાણમાં મની લૉન્ડરિંગ કરવામાં આવી રહ્યું હોવાના નિર્દેશો મળી રહ્યા છે. કંપની દ્વારા ફોરેક્સ-વિદેશી હૂંડિયામણના બજારમાં કરવામાં આવેલા વહેવારોની પણ ચકાસમી કરવામાં આવી રહી છે. આવકવેરા ખાતાના અિધકારીઓએ પાડેલા દરોડામાં મોટી સંખ્યામાં વાંધાજનક દસ્તાવેજો અને કોમ્પ્યુટર ડેટા મળી આવ્યો હોવાથી તેની મિરર ઇમેજ લઈને તેનું એનાલિસિસ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. કંપનીની મુખ્ય કંપની ડિસમાન કાર્બોજેન એમિસિસ લિમિટેડનું ટર્નઓવર રૂા. ૫૦૦ કરોડનું અને તેના આખા ગુ્રપનું ટર્નઓવર રૂા. ૨૦૦૦ કરોડનું છે. જો કે કરચોરીનો આંક હજી નક્કી થયો નથી. આ ગુ્રપની ચોરી પકડી પાડવા તેમના કોમ્પ્યુટર, સર્વરના ડેટાની મિરર ઇમેજ લેવામાં આવી રહી છે. તેમ જ તેમને ત્યાંથી મોટા પ્રમાણમાં લૂઝ પેપર મળી આવ્યા છે. તેમાં પણ ખાસ્સા ડેટા હોવાનું કહેવાય છે. આ દરોડા દરમિયાન ડોનેશનની બોગસ રિસિપ્ટ્સ પણ મળી આવી હોવાનું આયકર અિધકારીઓનું કહેવું છે. આવકવેરા ખાતાના જાણકાર સૂત્રોએ આપેલી માહિતી મુજબ તેનો કોમ્પ્યુટર અને સર્વરનો ડેટા રિકવર કરવા માટે એક્સપર્ટનો આશરો પણ લેવામાં આવી રહ્યો છે. આજના દરોડા દરમિયાન કંપનીના ૧૭ લોકરની સીલ કરવામાં આવ્યા છે. આવકવેરા અિધકારીઓને હાથ લાગેલી અન્ય માહિતી મુજબ કંપનીએ બતાવેલી રૂા. ૮૨ કરોડની આવકમાંથી ૭૨ કરોડની આવક તો ડિવિડંડ અન ેવ્યાજની આવકના સ્વરૂપમાં થઈ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. કંપનીનો ઓપરેટિંગ પ્રોફિટ માત્ર રૂા.૧૦ કરોડનો જ હોવાનું દરશ્વવામાં આવ્યું છે. આજ રીતે કંપની એન્ટ્રી એકોમોડેટ કરવાનું કામ પણ કરતી હતી. તેમાં કંપની રોકડા આપીને ચેક લેતી હોવાનું તથા ચેક આપીને રોકડા લેવાની કામગીરી કરતી હોવાના દસ્તાવેજો અને ડાયરીઓ આવકવેરા અિધકારીઓના હાથમાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ કંપની તેમના નફાની રકમ એક કંપનીમાંથી બીજી કંપનીમાં ડાયવર્ટ કરીને આિર્થક અનિયમિતતા આચરતી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કંપની ખાસ કરીને એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઇનગ્રેડિયન્ટ્સ(એપીઆઈ) ધરાવવા ઉપરાંત કોન્ટ્રાક્ટને ધોરણે સંશોધન કરવાની અને મેન્યુફેક્ચરિંગની કામગીરી કરે છે. કંપની ચીનમાં ત્રણ, સ્વિટ્ઝર્લૅન્ડમાં ચાર, બ્રિટનમાં ૧, ફ્રાન્સમાં ૧, નેધરલેન્ડ ઓસ્ટ્રેલિયા, શારજાહ, સિંગાપપોર અને અમેરિકામાં ૧-૧ એકમો દરાવે છે. આ તમામ એકમો સુધી તપાસનો દોર લંબાય તેવી સંભાવના છે.