માધવબાગ હોસ્પિટલની ટાઈપ 2 ડાયાબીટીસ રિવર્સલ ટેસ્ટની વિક્રમી ઈવેન્ટને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન

Webdunia
બુધવાર, 4 જુલાઈ 2018 (13:20 IST)
દુનિયાનું પ્રથમ આયુર્વેદિક કાર્ડિયાક રિહેબ સેન્ટર માધવબાગ હોસ્પિટલ પ્રાચીન આયુર્વેદની મદદથી બિન- ચિકિત્સકીય પદ્ધતિથી કાર્ડિયોવેસ્ક્યુલર સમસ્યાઓનો ઉપચાર કરે છે. હોસ્પિટલે આના જ ભાગરૂપે ટાઈપ 2 ડાયાબીટીસ રિવર્સલ પર સૌથી વિશાળ ભવ્ય ઈવેન્ટ યોજી હતી. આ વિક્રમી ઈવેન્ટને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સની 2018ની આવૃત્તિમાં સ્થાન મળ્યું છે.

માધવબાગ હોસ્પિટલમાં ઉપચાર લઈ ચૂકેલા ટાઈપ 2 ડાયાબીટીસથી પીડાતા 500થી વધુ દરદીઓ પર ગ્લુકોઝ ટોલરન્ટ ટેસ્ટ (જીટીટી) હાથ ધરવામાં આવ્યા હતા. આ ઈવેન્ટ મહારાષ્ટ્રમાં થાણે, કલ્યાણ, બોરીવલી, નાશિક, ઔરંગાબાદ, કોલ્હાપુર, સોલાપુર, નાગપુર, અમરાવતી, ચંદ્રપુર, પુણે અને નિગડી સહિત રાજ્યનાં 12 સ્થળે યોજાઈ હતી. આ સફળ પ્રયાસમાં ઈન્ટરનેશનલ પ્રોટોકોલ ઓફ રેકોર્ડસ (આઈપીઆર)ની માર્ગદર્શિકાઓ અને માપદંડો અનુસાર આપેલા સમયે મહત્તમ જીટીટી હાથ ધરવા માટે ઈન્ડિયન બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મેળવ્યું હતું.

એમબીબીએસ ડો. રોહિત સાનેએ 2006માં માધવબાગ હોસ્પિટલની સ્થાપના કરી હતી અને નોન- ઈન્વેઝિવ, બહુશિસ્ત અને અવ્વલ ઉપાયોનો ઉપયોગ કરવાના અજોડ અભિગમ સાથે હૃદયની બીમારીઓનો ઉપચાર કરવા માટે આધારક્ષમ વિકલ્પ તરીકે પોતાને સફળતાથી સ્થાપિત કરી છે. લગભગ 150 ક્લિનિક્સ, 2 હોસ્પિટલ અને 200થી વધુ ડોક્ટરો સાથે તેમને રિટ્રોગ્રેસિવ લાઈફસ્ટાઈલ ડિઝએરેઝ માટે પંચસૂત્ર પદ્ધતિને આધારે સસ્તો નોન- ઈન્વેઝિવ ઉપચાર પૂરો પાડે છે. આ પદ્ધતિમાં જીવનશૈલીમાં સુધારણા, વૈજ્ઞાનિક રીતે રચેલો આહાર, આયુર્વેદિક દવાઓ, પંચકર્મા અને ડોક્ટરના ઉત્તમ માર્ગદર્શનનું પદ્ધતિસર એકીકરણ અપનાવે છે.

મરણાધીનતા અને માંદલાપણું ઓછું કરવાના તેમના ધ્યેયને સાર્થક કરતાં આ ઈવેન્ટ નજીકના ભવિષ્યમાં ઉત્તમ બાબતો કરવાના નજરિયા સાથે મોટાં લક્ષ્યો હાંસલ કરવાની દિશામાં એક નાનું પગલું છે. સ્થાપક ડો. રોહિત સાનેએ જણાવ્યું હતું કે દેશની સેવા કરવાનો અને ઘણા બધા લોકોના જીવન પર હકારાત્મક પ્રભાવ પાડવાનો આ વિશેષાધિકાર છે. મને માધવબાગ સાથે વું કરવાની તક પ્રાપ્ત થઈ તેની ખુશી છે અને હું લાખ્ખો ભારતીયોના આરોગ્યમાં સુધારણા થકી આવા વિક્રમો અને સન્માનો સતત હાંસલ કરતા રહીશું, એવી અપેક્ષા છે.

સંબંધિત સમાચાર

Next Article