રેલ્વે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ભીલડી અને જોધપુર વચ્ચે ડેમુ સ્પેશિયલ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ટ્રેન નંબર 04876 ભીલડી-જોધપુર ડેમુ સ્પેશિયલ 10 એપ્રિલ, 2021 થી આગામી સૂચના સુધી ભીલડીથી દરરોજ 14.35 વાગ્યે દોડશે અને તે જ દિવસે 21.55 વાગ્યે જોધપુર પહોંચશે. આવી જ રીતે, ટ્રેન નંબર 04875 જોધપુર - ભીલડી ડેમુ સ્પેશિયલ 10 એપ્રિલ, 2021 થી આગામી સૂચના સુધી દરરોજ જોધપુરથી સવારે 06.30 વાગ્યે દોડશે અને તે જ દિવસે બપોરે 13.45 વાગ્યે ભીલડી પહોંચશે.