દાહોદની એક સ્કૂલમાં એક વિદ્યાર્થીનીને ગણિતમાં 200 માર્કમાંથી 212 માર્કસ આપવામાં આવ્યા છે. ગુજરાતીમાં પણ આ પ્રકારની જ ભૂલ જોવા મળી છે. ગુજરાતની એક શાળામાં અભ્યાસ કરતી છોકરીની માર્કશીટ વાયરલ થઈ રહી છે કારણ કે છોકરીએ ગણિત વિષયની પરીક્ષામાં 200માંથી 212 અને ગુજરાતી વિષયની પરીક્ષામાં 200માંથી 211 માર્ક્સ મેળવ્યા છે. ભૂલ ધ્યાને આવતાં સ્કૂલ દ્વારા માર્કશીટમાં સુધારો કરવામાં આવ્યો છે.
ગુજરાતના દાહોદ જિલ્લાની પ્રાથમિક સ્કૂલની વિદ્યાર્થીનીને જ્યારે તેનું પરિણામ કાર્ડ મળ્યું ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ. ચોથા ધોરણના વિદ્યાર્થીને બે વિષયમાં મહત્તમ માર્ક્સ આપવામાં આવ્યા હતા. શાળાની આ ભૂલથી શિક્ષણ વ્યવસ્થાને લઈને નવો વિવાદ સર્જાયો છે. પ્રાથમિક સ્કૂલમાં વિદ્યાર્થીઓની પરિક્ષા શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવી છે એટલુ જ નહી રિઝલ્ટ પણ વિદ્યાર્થીઓને આપી દેવામાં આવ્યુ છે પરંતુ ગુજરાતનું શિક્ષણ વિભાગ હંમેશા પોતાના છબરડાઓની લઇને ચર્ચામાં આવે છે. ત્યારે આ વખતે દાહોદ જિલ્લામાં શિક્ષણ વિભાગનો છબરડો સામે આવ્યો છે.
વર્ગ 4- બ ની વિદ્યાર્થીની વંશીબેન મનીષભાઈએ તેનું પરિણામ પત્રક મેળવ્યું અને તેને બે વિષયમાં મેળવેલ માર્કસ જોઈને આશ્ચર્ય થયું હતું. જ્યારે તેણીએ ગુજરાતીમાં 200 માંથી 211 ગુણ મેળવ્યા હતા જે સૌને દંગ કરી દીધા છે. એટલુ જ નહી જ્યારે ગણિતની વાત કરીએ તો 200 માંથી 212 ગુણ મેળવ્યાનું દર્શાવે છે. માર્કસ જોઈને શિક્ષકોથી લઈને બાળકો સુધી ચોકી ગયા છે. વિદ્યાર્થિની સૌપ્રથમ ઘરે પરત ફરી હતી.આ મામલે તપાસ હાથ ધરવામાં આવી ત્યારે પરિણામ સંકલન દરમિયાન ભૂલ થઈ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ સુધારેલ પરિણામ પત્રક બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતીમાં 200 માંથી 191 માર્કસ અને ગણિતમાં 200 માંથી 190 માર્કસ સુધારવામાં આવ્યા હતા, બાકીના વિષયોના માર્કસ યથાવત રહ્યા હતા. નવા પરિણામમાં વંશીબેનને 1000માંથી 934 માર્કસ આવ્યા છે. જ્યારે વંશીબેને ગર્વથી તેના પરિણામો તેમના પરિવાર સાથે શેર કર્યા છે. શિક્ષણ વિભાગના છબરડાને લઇને અનેક સવાલો ઉભા થયા છે પરંતુ આ છબરડા માટે જવાબદારો સામે કાર્યવાહીની પણ માંગ ઉઠી છે.