ગુજરાત: રસી લગાવશો મહિલાઓને સોનાની નથણી અને પુરૂષોને ગિફ્ટમાં મળશે બ્લેંડર

Webdunia
રવિવાર, 4 એપ્રિલ 2021 (20:56 IST)
કોરોનાની મહામારીની સંભવિત બીજી લહેર વચ્ચે દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનને તેજ કરવામાં આવ્યું છે. ભારતમાં અત્યાર સુધી 7 કરોડથી વધુ લોકોએ વેક્સીન લગાવી છે. વેક્સીન લગાવવા માટે લોકોને સરકાર દ્રારા પ્રેરિત કરવામાં આવે છે. તો બીજી તરફ દેશના અલગ-અલગ ભાગમાં લોકોને પ્રેરિત કરવા માટે અલગ-અલગ પ્રકારની પહેલ કરવામાં આવી રહી છે. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય રાજકોટ શહેરમાં પણ એક આવી અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. આ કોરોના વેક્સીન લગાવતાં મહિલાને સોનાની નથણી અને પુરૂષોને હેન્ડ બ્લેંડર ગિફ્ટમાં આપવામાં આવે છે. 
 
જોકે રાજકોટમાં સોની સમુદાયે કોરોના વેક્સીન લગાવનારને પ્રોત્સાહિત કરવા માટે આ અનોખી પહેલ કરી છે. કોરોના કેમ્પમાં આવનાર લોકોને વેક્સીન લગાવ્યા બાદ તેમને ખાસ ગિફ્ટ પણ આપવામાં આવી રહી છે. વેક્સીન લગાવનાર લોકોનો ઉત્સાહ વધારવા માટે આમ કરવામાં આવી રહ્યું છે. 
 
સોની સમાજ દ્રારા રાજકોટ શહેરમાં કોરોના વેક્સીન કેમ્પ લગાવવામાં આવ્યો છે. આ કેમ્પમાં જે મહિલાઓએ વેક્સીન લગાવી રહી છે, તેમને ગિફ્ટના રૂપમાં એક નોઝપિન આપવામાં આવી રહી છે. તો બીજી તરફ પુરૂષ વેક્સીન લગાવે તો તેમને ગિફ્ટમાં બ્લેંડર આપવામાં આવી રહ્યું છે.

સંબંધિત સમાચાર

Next Article