ગુજરાતમાં ઠંડીની તીવ્રતા દિવસેને દિવસે વધી રહી છે. તેમજ રાજ્યમાં તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યનું તાપમાન 10 ડિગ્રીથી 12 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરૂવારથી 3 દિવસ સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ અને કરા પડવાની શક્યતા છે. આ સાથે ગરમીમાં પણ વધારો થવાની આશંકા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 27-28 ડિસેમ્બરના રોજ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.