6 મહિના બાદ આજથી ફરી ખુલશે લોકો જોઇ શકશે ફિલ્મ, કરવું પડશે આ નિયમોનું પાલન

Webdunia
ગુરુવાર, 15 ઑક્ટોબર 2020 (09:39 IST)
લોકડાઉનમાં ગત છ મહિનાથી બંધ સિનેમા હોલ આજથી એટલે કે ગુરૂવારથી કોરોનાની ગાઇડલાઇન સાથે ખોલવામાં આવશે. બુધવારે સિનેમા ઘરોમાં સાફ-સફાઇની સાથે ખુરશીઓને સેનેટાઇઝ કરવામાં આવી હતી. સિનેમાઘરોમાં દર્શકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા માટે દર્શકો માટે એક ખુરશી છોડીને બેસવું પડશે. 
 
સિનેમાઘરોના સંચાલકોએ SOP મુજબ તમામ તૈયારીઓ શરૂ કરી છે. 6 મહિના બાદ 50 ટકા બેઠક ક્ષમતા સાથે થિયેટરો ફરી એકવાર ખુલવા જઇ રહ્યાં છે. બે સીટ વચ્ચે એક સીટ ખાલી રાખવા માટે માર્કિંગ કરવામાં આવ્યું છે. થિયેટરના તમામ ઓડીટોરીયમ હાલ શરુ કરવામાં આવશે નહીં.
 
સવાર બાદ રાત્રે 10 વાગ્યા સુધી જ થિયેટર ખુલ્લા રહેશે. એક અઠવાડિયું થિયેટર ચલાવ્યા બાદ સમય- શો વધારવા અંગે નિર્ણય લેવાશે. ગાઈડલાઈન મુજબ દર્શકો ઓર્ડર કરે તે નાસ્તો પેકીંગમાં આપવામાં આવશે. આટલા લાંબાગાળા બાદ ફરી શરુ થઈ રહેલા થિયેટરમાં હાલ ટીકીટના દરો વધારવામાં આવશે નહીં.

સંબંધિત સમાચાર

Next Article