અમદાવાદ-સુરત અને અન્ય નાના શહેરોમાં આજથી મલ્ટીપ્લેક્સ અને થિયેટર શરૂ નહીં થાય, ઓનલી સિંગ અલ સ્ક્રીન
ગુરુવાર, 15 ઑક્ટોબર 2020 (09:37 IST)
લાંબા સમયના અંતરાલ બાદ આજથી દેશભરના સિનેમાગૃહ, મલ્ટીપ્લેક્સ, સ્વિમિંગ પૂલ અને મનોરંજન પાર્ક ખૂલી રહ્યા છે. સિનેમાઘર અને મલ્ટીપ્લેક્સ માટે અનલૉક–5 અંતર્ગત ગાઇડલાઇન નક્કી કરવામાં આવી છે. જેથી કોઇપણ પરિસ્થિતિમાં કોરોના સંક્રમણ વધે તેવી સ્થિતિનુ નિર્માણ ન થાય.
કોવિડ-19નો રોગચાળો વકરવાને પગલે લોકડાઉન અમલી બન્યા પછી લગભગ 7 મહિનાના ઈન્ટરવલ પછી પલ્ટીપ્લેક્સ, થિયેટરોને તા.15 ઓક્ટોબરથી ફરી ખોલવાની મંજૂરી અપાઈ છે. પરંતુ અમદાવાદના 50 સહિત ગુજરાતમાં 250 જેટલા થિયેટરો અને મલ્ટીપ્લેક્સ એક-બે દિવસ મોડા અથવા શનિવારથી ફરી શરૂ થશે.
શનિવાર તા.17 ઓક્ટોબરથી નવરાત્રિ પર્વ શરૂ થઈ રહ્યું છે તેમજ કેટલાંક મલ્ટીપ્લેક્સમાં પરચુરણ કામગીરી બાકી હોવાથી થિયેટરો અને મલ્ટીપ્લેક્સ પુન:શરૂ કરવાનું એક-બે દિવસ પાછું ઠેલવામાં આવ્યું છે. જો કે, શરૂઆતમાં મલ્ટીપ્લેક્સમાં એક-બે સ્કીન જ શરૂ કરાશે અને ફિલ્મો દર્શાવાશે. હિન્દી અને નવી ફિલ્મો દર્શાવાશે નહીં.
કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલા નિયમો અનુસાર સિનેમા હોલમાં એક છોડીને એક સીટમાં બેસવાનું રહેશે. હોલની પુરી ક્ષમતાના 50 ટકા દર્શક જ અંદર બેસેશે. સિનેમા હોલમાં પ્રવેશ કરનાર દરેક લોકોના મોઢા પર માસ્ક અવશ્યક રહેશે. અંદર વેન્ટિલેશનની યોગ્ય વ્યવસ્થા જરૂરી છે અને એસીનું તાપમાન 23 ડિગ્રીથી ઉપર રાખવાનું રહેશે.
- 50 ટકા ક્ષમતાવાળા સિનેમા ગૃહો આજથી ખોલવામાં આવશે.
- ફક્ત તે જ લોકોની જેમની ઉંમર 6 વર્ષથી વધુ અને 60 વર્ષથી નીચેની હોય સિનેમા હોલની અંદર પ્રવેશ મળશે.