અલાહાબાદમાં ઈંડિયન એયરફોર્સનું ચેતક હેલીકોપ્ટર ક્રેશ

Webdunia
બુધવાર, 15 માર્ચ 2017 (10:20 IST)
ઉત્તર પ્રદેશમાં અલાહાબાદ પાસે એયરફોર્સનુ હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયુ. મળતી માહિતી મુજબ દુર્ઘટનામાં હેલીકોપ્ટરના બંને પાયલોટ સુરક્ષિત છે. બમરૌલીથી ઉડાન ભરી હતી. ભારતીય વાયુસેનાનુ એક ચેતક હેલિકોપ્ટર આજે ઉત્તર પ્રદેશના અલાહાબાદના નિકટ બામરૌલીમાં તકનીકી ખરાબીને કારણે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ. 
 
વાયુસેનાના પ્રવકતા મુજબ આ હેલિકોપ્ટર નિયમિત પ્રશિક્ષણ ઉડાન પર હતુ અને અલાહાબાદમાં બામરૌલીના નિકટ તેમા તકનીકી ખરાબી આવ્યા પછી પાયલોટે તેને ઉતારવાની કોશિશ કરી પણ તેમને સફળતા ન મળી અને હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ. જો કે બંને પાયલોટ તેમાંથી સુરક્ષિત નીકળવામાં સફળ રહ્યા. દુર્ઘટનાના કારણો જાણવા માટે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.  
Next Article