Asaduddin Owaisi: દિલ્હીમા ઔવેસીના ઘરે પત્થરમારો, બારીઓ તૂટી, AIMIM ચીફે નોંધાવી ફરિયાદ

Webdunia
સોમવાર, 20 ફેબ્રુઆરી 2023 (10:42 IST)
Asaduddin Owaisi House Stone Pelting:  દિલ્હીમાં એઆઈએમઆઈએમ ચીફ અસરુદ્દીન ઔવેસીના ઘરે બદમાશોએ રવિવારે મોડી સાંજે પત્થરમારો કર્યો. પત્થરમારા પછી ઔવેસીના ઘરને બારીઓ તૂટી ગઈ.  આ ઘટનાની પુષ્તિ દિલ્હી પોલીસે કરી છે. ઘર પર પત્થરમારો થયા બાદ ઓવૈસીએ પોલીસ સાથે સંપર્ક કર્યો અને ઘટનાની માહિતી આપી.  

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આરોપ લગાવ્યો છે કે કેટલાક અજાણ્યા બદમાશોએ દિલ્હીમાં તેમના નિવાસસ્થાન પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટના સાંજે 5.30 વાગ્યે અશોક રોડ વિસ્તારમાં બની હતી. માહિતી પછી, એડિશનલ ડીસીપીના નેતૃત્વમાં દિલ્હી પોલીસની એક ટીમ ઓવૈસીના ઘરની મુલાકાત લીધી અને ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કર્યા.
 
 
ઘટનાના સંબંધમાં અસરુદ્દીન ઓવૈસીએ સમાચાર એજંસી એએનઆઈને કહ્યુ, હુ રાત્રે 11.30 વાગે મારા ઘરે પહોચ્યો. જ્યા મે જોયુ કે બારીઓના કાચ તૂટેલા હતા અને ચારે બાજુ પત્થર પડ્યા હતા.  મારા ઘરે કામ કરનાર વ્યક્તિએ જણાવ્યુ કે બદમાશોના એક ટોળાએ લગભગ સાંજે 5.30 વાગે મારા ઘર પર પત્થર ફેંક્યા 
 'આ ચોથો હુમલો છે'
 
AIMIM ચીફ ઓવૈસીએ પણ કહ્યું કે તેમના નિવાસસ્થાન પર આ ચોથો હુમલો છે. તેણે કહ્યું, "આ ચોથી વખત આવો હુમલો થયો છે... મારા ઘરની આસપાસના વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં સીસીટીવી કેમેરા છે અને તે એક્સેસ કરી શકાય છે. ગુનેગારોને તાત્કાલિક પકડવા જોઈએ."
 
તેમણે વધુમાં કહ્યું હતું કે, "તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ અને દોષિતોને વહેલી તકે પકડવા જોઈએ." પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ઓવૈસી રાજસ્થાનની બે દિવસની મુલાકાતે હતા, જ્યાં તેમણે આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના પ્રચારની શરૂઆત કરી હતી.
 
પથ્થરમારાની ઘટના પર દિલ્હી પોલીસે શું કહ્યું?
 
દિલ્હી પોલીસે કહ્યું કે આ પથ્થરમારો ક્યારે થયો તેની તપાસ કરવામાં આવી રહી છે. જો કે તે સમયે ઓવૈસી પોતાના ઘરે ન હતા. પોલીસ નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજને સ્કેન કરી રહી છે અને આ હુમલો કોણે અને ક્યારે કર્યો તે જાણવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ સૂત્રોનું એમ પણ કહેવું છે કે અત્યાર સુધી કોઈ પણ સીસીટીવીમાં શંકાસ્પદ વ્યક્તિ દેખાઈ નથી. આ એંગલની પણ તપાસ કરવામાં આવી રહી છે કે કોઈ વાંદરાએ પથ્થર ફેંક્યો છે કે કેમ, કારણ કે તે વિસ્તારમાં ઘણા વાંદરાઓ છે.