પાટીદારો નડે નહીં તે માટે શું છે અમિત શાહનો ગેમ પ્લાન

Webdunia
બુધવાર, 27 સપ્ટેમ્બર 2017 (12:36 IST)
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીનું નેતૃત્વ સંભાળ્યું છે. આ દરમિયાન તે 150 સીટનો ટાર્ગેટ પૂરો કરવા માટેની વ્યુહરચના પર કામ કરશે.  અમદાવાદ પહોંચીને તરત જ અમિત શાહે ભાજપના ઉચ્ચ નેતાઓ સાથે કમલમ ખાતે મીટિંગ કરી હતી.  વિસ્તારક યોજનાના ભાગરુપે અમિત શાહ 110 દિવસ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની મુલાકાત લેશે.  અત્યારની મુલાકાત પણ તેનો જ એક ભાગ છે.  તેમણે પોતે કરેલા કામનું પ્રેઝન્ટેશન તૈયાર કર્યુ હતું અને કઈ રીતે મહત્તમ વોટ્સ મેળવી શકાય તે અંગેના સલાહસુચનો પણ આપ્યા હતા.  અમિત શાહ પાર્ટીના અવરોધો અને મુશ્કેલીઓ વિષે જાણશે અને સૌથી પહેલા તેનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરશે. પાટીદાર સમાજના વિરોધને ધ્યાનમાં રાખીને પાર્ટી વર્તમાનના 50 ટકા ધારાસભ્યોના બદલે યુવા પાટીદાર ચહેરાઓને તક આપશે. શંકરસિંહ વાઘેલાનું સમર્થન ધરાવતો જન વિકલ્પ મોરચો પણ 182 સીટ્સ પર કેન્ડિડેટ્સ ઉભા કરે તેવી શક્યતા છે. શંકરસિંહ વાઘેલા ભાજપમાં નથી જોડાયા પરંતુ તેમના કારણે કોંગ્રેસનું ગણિત બગડવાની પુરી શક્યતા છે. જન વિકલ્પ મોરચાને કારણે કોંગ્રેસ અને ભાજપ બન્નેને નુકસાન પહોંચી શકે છે.
 

સંબંધિત સમાચાર

Next Article