ગુજરાતના સરહદી વિસ્તારોમાં હાઇએલર્ટ: ઈન્ડિયન એરફોર્સને પણ એલર્ટ કરાઈ

Webdunia
મંગળવાર, 26 ફેબ્રુઆરી 2019 (12:06 IST)
સરહદ પાર કરીને ભારત પાકિસ્તાનમાં આવેલી ત્રાસવાદી છાવણીઓ પર હુમલો કરતાં ગુજરાતમાં હાઇએલર્ટ આપી દેવાયું છે. ખાસ કરીને પાકિસ્તાન અને ગુજરાત બોર્ડ જ્યાં આવે છે તેવા વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે તેમજ પેટ્રોલિંગ ચાલુ કરાયું છે.
સરકારના આદેશને પગલે રાજયના પોલીસ વડાએ પણ તમામ પોલીસ કમિશનરો અને ડીએસપીને પત્ર લખી જાણ કરી છે કે તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરવી એટલું નહીં પોલીસ કર્મચારીઓને તેમના જે-તે વડામથક ખાતે હાજર રાખવાનો આદેશ પણ કરાયો છે. 
707 ગુજરાતમાં રહેલા એરફોર્સ નેપાળ હાઈ એલર્ટ અપાયું છે. સર્જીકલ સ્ટ્રાઈકને પગલે પાકિસ્તાન દ્વારા ગુજરાતના કેટલાક સરહદી વિસ્તારોમાં કંઈક નાનું-મોટું છમકલુ કરવામાં આવે કે કોઈ હુમલો કરવામાં આવે એવી સ્થિતિમાં ઉભી થનારી પરિસ્થિતિને પહોંચી વળવા માટેની તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. બીજી બાજુ સરકારે ક્રાઈમ કોન્ફરન્સમાં પણ રદ કરી દીધી છે.
ઉચ્ચ આઇપીએસ અધિકારીઓને આદેશ આપ્યો છે કે અત્યારે તમારે માત્ર ને માત્ર સુરક્ષાને ધ્યાનમાં લઈને જ તમામ બંદોબસ્ત અને વ્યવસ્થા ગોઠવવાની છે અન્ય કોઈ કામને મહત્વ આપવાનું નથી. સરકારના આદેશને પગલે પોલીસે પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દીધું છે તેમજ ઠેર ઠેર બેરીકેડ મુકી ને વાહનોનું સઘન ચેકિંગ હાથ ધર્યું છે.

સંબંધિત સમાચાર

Next Article