ભારતની ફરિયાદ પર PAK વિદેશ મંત્રાલયના પ્રવક્તાનુ ટ્વિટર એકાઉંટ થયુ સસ્પેંડ

બુધવાર, 20 ફેબ્રુઆરી 2019 (15:07 IST)
. માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરે ભારતની ફરિયાદ પછી પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડોક્ટર મોહમ્મદ ફૈજલનુ વ્યકિગત ટ્વિટર હેંડલ સસ્પેંડ કર્યુ છે. ટ્વીટર તરફથી મંગળવારે રાત્રે આ સખત પગલા લેવામાં આવ્યા.  જેની માહિતી પાકિસ્તાનની એક જર્નાલિસ્ટે પણ પોતાના ટ્વિટર હૈંડલ પર શેયર કરી છે. પુલવામાંમાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલા પછી ભારત દરેક સ્તર પર પાકિસ્તાનને બેનકાબ કરીને વિશ્વને એક દેશનો અસલી ચેહરો બતાવવાની કોશિશ કરી રહ્યુ છે. 
 
ટ્વિટરે મંગળવારે રાત્રે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડૉક્ટર મોહમ્મદ ફૈજલનુ વ્યક્તિગત ટ્વિટર હૈંડલ સસ્પેંડ કરી દીધુ છે. મીડિયામાં આવેલ સમાચાર મુજબ, પાકિસ્તાનના વિદેશ વિભાગ (એફઓ)ના પ્રવક્તા ડોક્ટર ફૈજલના વ્યક્તિગત ટ્વિટૅર હેંડલ @DrMFaisal ને ભારત સરકાર તરફથી ટ્વિટરને કરવામાં આવેલ ફરિયાદ પછી બંધ કરાયુ છે. 
 
ઉલ્લેખનીય છે કે ડોક્ટર ફૈજલ પોતાના ટ્વિટર હૈડલ પરથી કુલભૂષણ જાઘવ મામલાની સતત માહિતી ટ્વિટ કરી રહ્યા હતા. જાધવ કેસની સુનાવણી આ સમયે હેગમાં આંતરરાષ્ટ્રીય ન્યાયાલય (આઈસીજે)માં ચાલી રહી છે. સાથે જ તેમના પર એ પણ આરોપ છે કે કાશ્મીર વિશે પણ સતત ટિપ્પણી કરી રહ્યા હતા.  કુલભૂષણ જાઘવને જાસૂસીના મામલે પાકિસ્તાન સ્થિત મિલિટ્રી કોર્ટે 2 વર્ષ પહેલા 2017માં એપ્રિલમાં મોતની સજા સંભળાવી હતી. આ નિર્ણય વિરુદ્ધ ભારતે મે 2017માં આંતરરાષ્ટ્રીય ન્યાયલયમાં અપીલ કરી હતી. 
 
જાઘવ મામલે પાકિસ્તાનની અડંગાબાજી નિષ્ફળ 
 
ભારતીય નૌસેનાના પૂર્વ અધિકારી કુલભૂષણ જાઘવ મામલે અંડગાબાજી પર ઉતારુ થયેલા પાકિસ્તાનને નિષ્ફળતા હાથ લાગી છે. મામલાની સુનાવણી સ્થગિત કરવાના તેના આગ્રહને આંતરરાષ્ટ્રીય ન્યાયાલએ મંગળવારે ઠુકરાવી દીધી. હેગ સ્થિત આ ન્યાયાલયમાં જાઘવ મામલે સોમવારથી ચાર દિવસીય સુનાવણી શરૂ થઈ છે.  બીજા દિવસે પાકિસ્તાને પોતાનો પક્ષ મુક્યો અને દાવો કર્યો કે જાઘવ વેપારી નથી. જાસૂસ છે. પહેલા દિવસે પૂર્વ સૉલિસિટર જનરલ હરીશ સાલ્વેએ ભારતનો પક્ષ મુકતા પાકિસ્તાનના જુઠ્ઠાણાના ધજાગરા ઉડાવ્યા હતા. તેમને ક્રમવાર રૂપે દલીલો રજુ કરીને જાઘવ પર પાકિસ્તાનન આરોપોને ખોટા સાબિત કર્યા હતા.  પાકિસ્તાને બીજા દિવસે સૌ પહેલા આઈસીજેના જજ સાથે સુનાવણી સ્થગિત કરવાનો આગ્રહ કર્યો.   તેણે આ માટે પોતાના જજના બીમાર હોવાનુ બહાનુ બનાવ્યુ.  સુનાવણી શરૂ થતા પહેલા આઈસીજેમાં પાકિસ્તાનના તદર્થ જજ ટી હુસૈન જિલાનીને હાર્ટ એટેક આવ્યો હતો.  આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં પાકિસ્તાનનુ પ્રતિનિધિત્વ કરી રહેલ અટોર્ની જનરલ અનવર મસૂદ ખાને તેનો હવાલો આપીને સુનાવણી સ્થગિત કરવાનો આગ્રહ કર્યો. પણ વૈશ્વિક કોર્ટે પાકિસ્તાની અરજીને અસ્વીકાર કરી દીધી અને કહ્યુ કે તદર્થ જજની અનુપસ્થિતિમાં તમારી દલીલ રજુ કરો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર