સગા પિતાએ નદીમાં ફેંકી દીધેલા પુત્રનો મૃતદેહ 10માં દિવસે આવી હાલતમાં મળ્યો

Webdunia
ગુરુવાર, 26 જુલાઈ 2018 (11:29 IST)
બારડોલીના વણેસા ગામના નિશિતે સગા દીકરાને નદીમાં ફેંકી દીધો હતો. આ ઘટનામાં 10 દિવસ સુધી પોલીસ અને ફાયરબ્રિગેડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે 10માં દિવસે મરોલી નજીક મીંઢાળા નદીમાં પાણીનું સ્તર ઓછું થતાં નિવનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. જેને પોલીસે કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે.
 
નિવ પ્રકરણમાં બાપ નિશિત પોલીસને વારંવાર નિવેદનો બદલતો હોવાથી એક એવી પણ આશંકા ચાલતી કે તેણે બાળકને નદીમાં ફેંક્યો જ નહી હોય જો કે, મૃતદેહ મળતા તમામ આશંકાઓનો અંત આવી ગયો છે. નિશિત પાસે ત્રણ વાર પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન પણ કરાવ્યું હતું. અને ફાયરબ્રિગેડ દ્વારા મીંઢોળા નદી આસપાસના ખેતરથી લઈને દરિયા સુધી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં અંતે મરોલી નજીક મીંઢોળા નદી કિનારે રેલવે બ્રીજ નજીકથી માસૂમ નિવનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે નિશિતના પિતાએ સૌ પ્રથમ અપહરણની ઘટનાનું નાટક કરીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસો કર્યો હતો. પરંતુ પોલીસે કડકાઈથી પુછતા તેણે છેવટે કબૂલ્યુ હતુ કે છેલ્લા કેટલાક દિવસોથી તેને શંકા હતી કે તેનો બીજો પુત્ર નિવ તેની સંતાન નથી. તેથી તેને આવુ ક્રુર પગલું ભર્યુ.  પતિ-પત્નીના અંગત મામલાની સજા એક માસુમને તેના સગા પિતાએ આટલી ક્રુર રીતે આપી આ સાંભળનારા સૌ કોઈના આંખમાં આંસુ આવી ગયા હતા. 
 
છેલ્લા દસેક દિવસથી બારડોલીમાં નિવની જ ચર્ચા ચાલી રહી છે. આરોપી નિશિત નિવને નદીમાં જ ફેંકી દીધો હોવાની વાત પર અડગ હતો. આથી પોલીસ પણ નિવને શોધવા માટે મીંઢોળા નદીમાં ફાયર બ્રિગેડની ટીમ સાથે શોધ કરી હતી.ટીમે આજુબાજુના ખેતરોમાં જઈને પણ તપાસ આદરી હતી. જો કે નિવની ભાળ મળતા ફાયરબ્રિગેડની કામગીરી પ્રશંસનિય રહી હોવાનું સામે આવ્યું હતું અને કાર્યવાહી હાથ ધરી હતી.
 

સંબંધિત સમાચાર

Next Article