રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના નેતા ઈંદ્રેશ કુમારે સોમવારે કહ્યુ કે મૉબ લિંચિંગ જેવા અપરાધ બંધ થઈ શકે છે જો લોકો બીફ ખાવાનુ બંધ કરી દે. તેમણે આ પ્રકારના મામલામાં 'સંસ્કાર' ની ભૂમિકા પર જોર આપ્યુ. રાજસ્થાનના અલવરમાં ગોતસ્કરીના આરોપમાં થયેલ રકબર ખાનની હત્યા પર પૂછેલા સવાલના જવાબમાં ઈંદ્રેશ કુમારે આ વાત કહી.
મુસ્લિમોની વચ્ચે કામ કરનાર આરએસએસના સંગઠન રાષ્ટ્રીય મુસ્લિમ મંચના સંરક્ષક ઈન્દ્રેશ કુમારે એવું પણ કહ્યું કે, મૉબ લિંચિંગનું સ્વાગત ના કરી શકાય. પરંતુ જો લોકો ગાયનું મીટ ખાવાનું બંધ કરી દે તો આવા ગુનાઓ રોકાઈ જશે. તેમને કહ્યું કે, દુનિયાનો એવો કોઈ ધર્મ નથી, જે ગોહત્યાને મંજૂરી આપતો હોય. ઈન્દ્રેશ કુમારે દાવો કર્યો કે ઈસ્લામથી લઈને ઈસાઈ ધર્મની અંદર ગૌહત્યાને કોઈ સ્થાન મળ્યું નથી.