અમદાવાદના સાંસદ અને અભિનેતા પરેશ રાવલને ભરૂચ જિલ્લાના રાજપુત સમાજે પરચો આપી દીધો છે. રાજકોટમાં ભાજપના કાર્યાલયના ઉદઘાટન વેળા તેમણે રાજા રજવાડાઓની સરખામણી વાંદરા સાથે કરતાં રાજપુતોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. જંબુસરમાં સભાને સંબોધવા આવેલા પરેશ રાવલને ટંકારી ભાગોળ ખાતે સમાજના યુવાનોએ ઘેરો ઘાલતાં તેમને બે હાથ જોડી માફી માંગવી પડી હતી. ભરૂચમાં અભિનેતાનો વિરોધ કરવા જઇ રહેલાં 15થી વધારે રાજપુત યુવાનોની પોલીસે અટકાયત કરી લીધી હતી.