અમદાવાદમાં બે કાર અને ટ્રક વચ્ચે ટ્રિપલ અકસ્માત, કાર ચાલકની હાલત ગંભીર

Webdunia
બુધવાર, 7 ઑગસ્ટ 2019 (12:36 IST)
અમદાવાદ શહેરનાં કેશવબાગ પાસે બે કાર અને ટ્રક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. જેમાં ઇકો કારનાં ચાલકની હાલત ગંભીર છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.અમદાવાદમાં અવારનવાર અકસ્માતોને કારણે લોકોનાં અસંખ્ય મોતનાં કિસ્સા સામે આવે છે. ત્યારે આજે પણ સવારે અમદાવાદનાં કેશવબાગમાં ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. આ ટ્રિપલ અકસ્માતમાંએ ઇકો કાર, આઈ 20 અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આમાં ઇકો કાર ચાલકની હાલત ગંભીર છે. આ અસક્માતમાં ટ્રક સાથે ઇકો કાર ધડાકાભેર અથડાઇ હતી. જેના કારણે પાછળ આવતી આઈ 20 પણ અથડાઇ હતી. આ અકસ્માતને પગલે લોકો ભેગા થઇ ગયા હતાં.

સંબંધિત સમાચાર

Next Article