મુખ્યમંત્રી વિજય રૂપાણીના ત્રણ વર્ષનું શાસનઃ જાણો કેવા પડકારો આવ્યા અને શું બદલાયું

બુધવાર, 7 ઑગસ્ટ 2019 (12:34 IST)
કેન્દ્રીય નેતૃત્વએ ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન તરીકેનો કળશ રાજકોટના વિજય રૂપાણી પણ ઢોળ્યો હતો. 8 ઓગષ્ટના દિવસે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની શપથવિધી કરવામાં આવી હતી. આજે રૂપાણી સરકારને 3 વર્ષ પૂર્ણ થયા છે. રાજ્ય સરકારે અનેક આંદોલનો અને વિરોધ વચ્ચે વિકાસની યાત્રા કઇ રીતે આગળ ધપાવી તેમજ કેટલા અને કેવા કામો કર્યા છે.  વિધાનસભાથી માંડી રસ્તાઓ ઉપર તેમની અનેક મુદ્દે ટીકા થઈ છે. છતાં તેઓ પોતાની સત્તા ટકાવી રાખવામાં સફળ થયાં છે.
પાટીદાર આંદોલનથી માંડી અલ્પેશ ઠાકોરની દારૂબંધીની ઝુંબેશ અને જીજ્ઞેશ મેવાણીની સરકાર સામેની લડત પણ તેમના શાસનકાળમાં જોવા મળી છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ લડતોના કારણે ક્યાંક ભાજપને નુકશાન થયું હતુ. પરંતુ તેને વાળી લેવામાં મુખ્યપ્રધાન સક્ષમ બન્યા અને કોંગ્રેસને સંપૂર્ણ રીતે તોડી તેના દિગ્ગજ નેતાઓ ધારાસભ્યોને ભાજપમાં જોડવામાં પણ તેમની આગેવાની પ્રશંસાને પાત્ર રહી છે. 
રાજ્યનો દરેક ક્ષેત્રમાં કામકાજ ઉભરી આવ્યા છે લોકોની માથાદિઠ આવકામાં વધારો થયો. વિકાસની યાત્રામાં ગુજરાતના વિકાસરથ 10.4 ટકાએ પહોચ્યો, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશ, વાઈબ્રન્ટ ગુજરાતની સફળતાથી રાજ્યમાં નવા ઉર્ધોગો આવ્યા, નવી રોજગાર ઉબી થઇ, નવા ઉર્ઘોગો આવતા રાજ્યમાં જમીનના ભાવે આસમાને પહોંચ્યા ગુજરાત દેશનુ ગ્રોથ એન્જીન બન્યુગૌ હત્યા અટકાવવાનો કાયદો રાજ્યમાં ગૌ હત્યા બાબતે અનેક રીતે રાજ્ય સરકારનો વિરોધ કરવામાં આવ્યો, સતત ગૌ હત્યાના બનાવો સામે આવતા હતા. તેને રોકવા માટે રાજ્ય સરકારે કાયદો બનાવ્યો, માહિતી આપનાર વ્યક્તિની ઓળખ ખાનગી રાખીને તમામ ઓપરેશન પાર પાડવામાં આવ્યા, માહિતી આપનારને પુરસ્કાર આપવાની જાહેરાત કરી.
જમીનની કાર્યવાહી ઓનલાઇન કરાઇઃરાજ્યમાં કોઇ પણ વ્યક્તિના જમીને લગતુ કામ હોય તો તેઓને લાંબી લાઇનમાં ઉભા રહેવા ના પડે, તેના માટે જમીનના તમામ કામકાજ ઓનલાઇન કરવામાં આવ્યા, શિક્ષક અને વિદ્યાર્થીની હાજરી માટે ઓનલાઈન ટ્રેકિંગ સિસ્ટમઃરાજ્યમાં શિક્ષણનુ સ્તર સુધરે અને શિક્ષકો પર કેપ મુકી શકાય તે માટે ગાંધીનગરથી મોનિટરીંગ સિસ્ટમ બનાવવામાં આવી, ઓનલાઇન ટ્રેકિંગની મદદથી શિક્ષણ શાળાએ આવ્યા છે કે નહી ? કેટલા બાળકોએ શાળા છોડી તે અંગેની તમામ માહિતી મળે તેવી સિસ્ટમ કરવામાં આવી. બાળકોની શાળા ડ્રોપિંગ રેટમાં ઘટાડો થયો.
સૌરાષ્ટ્રમમાં સૌની યોજનાનો અમલ કરવામાં આવ્યો, સૌની યોજનાથી સૌરાષ્ટ્રમાં જ્યાં 15 દિવસે પીવાનુ પાણી મળતુ ના હતુ તે પાણી પણ હવે સૌની યૌજનાથી મળતુ થયુ. રાજ્યને 1600 કિલોમિટરનો દરિયા કિનારો પ્રાપ્ત થયો છે. રાજ્યમાં પાણીનો પહેલેથી પોકાર છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા દરિયા કિનારે ડિસેલીનેશન પ્લાન્ટ નાખવાનો આયોજન કરવામાં આવ્યુ છે. જેને લઇને દરિયાના ખારા પાણીને મીઠુ કરીને પીવાના ઉપયોગમાં લઇ શકાશે. વરસાદી પાણી સંગ્રહ માટે જળ અભિયાન- રાજ્યમાં વરસાદી પાણીનો બગાડના થયા, વરસાદી પાણી ગટરમાં વહી ના જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ નાગરીકોને વરસાદી પાણી સંગ્રહ માટે જળ અભિયાનની શરૂઆત કરી, લોકો વર્તમાન સમયમાં હવે પોતાના ફ્લેટ, એપાર્ટમેન્ટમાં સિસ્ટમ લગાવીને કુવા કે ટાંકીમાં વરસાદી પાણી સંગ્રહ કરી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર