ગુજરાતમાં મંગળવારે કુલ 40 હજાર પ્રી-સ્કૂલ બંધ રહી, સૂચક વિરોધપ્રદર્શન

Webdunia
બુધવાર, 4 ડિસેમ્બર 2024 (18:08 IST)
રાજ્યમાં કુલ 40 હજાર પ્રી-સ્કૂલે એક દિવસનો બંધ પાળ્યો હતો. સ્કૂલોના રજિસ્ટ્રેશન તથા અન્ય નિયમોનો ઉકેલ લાવવામાં રાજ્ય સરકારની કથિત નિષ્ફળતાને કારણે તેમણે આ વિરોધ કર્યો હતો.
 
સમાચાર એજન્સી પીટીઆઇના અહેવાલ પ્રમાણે ઍસોસિયેશનનું કહેવું છે કે, “સરકારી નિયમો પ્રમાણે ફેબ્રુઆરી 2025 સુધીમાં તમામ પ્રી-સ્કૂલે પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની છે, પરંતુ જાહેર કરવામાં આવેલા નવા નિયમોમાં રહેલી શંકાઓનું હજી સુધી સરકારે સમાધાન કર્યું નથી, જેના કારણે આ પ્રક્રિયામાં મોડું થઈ રહ્યું છે.”
 
આ 40 હજાર શાળાઓમાં અંદાજે દસ લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
 
ગુજરાત ઇન્ડિપેન્ડેન્ટ પ્રી-સ્કૂલ ઍસોસિયેશને રાજ્યનાં વિવિધ શહેરોમાં પ્રદર્શન કર્યું હતું અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાને આ અંગે પોતાની માગણીઓ સુપરત કરી હતી.
 
આ ઍસોસિયેશનની બિલ્ડિંગ પરમિશન અને તેના ઉપયોગ અંગેની પણ અન્ય માગ છે. તેમનું કહેવું છે કે અનેક પ્રી-સ્કૂલ નાના ધોરણે ચાલતી હોવાથી આ નિર્ણયો પર સ્પષ્ટીકરણ જરૂરી છે.

સંબંધિત સમાચાર

Next Article