Video - યુવકનુ મોત થતા અંતિમયાત્રામાં જોડાયો પોપટ, આ રીતે થઈ હતી દોસ્તી

Webdunia
શનિવાર, 3 ફેબ્રુઆરી 2024 (18:25 IST)
parrot love
 પક્ષી અને માનવ વચ્ચેના લાગણીસભર સંબંધોનો અનોખો કિસ્સો પંચમહાલમાંથી સામે આવ્યો છે. અહીં મિત્રની અંતિમયાત્રામાં નનામી સાથે જ રહેલા પોપટે મિત્ર સાથે અંતિમ ફેરા ફર્યાનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે.

<

યુવકનુ મોત થતા અંતિમયાત્રામાં જોડાયો પોપટ, રોજ દાણા પાણી ખવડાવતા થઈ હતી દોસ્તી #BestFriend #friendship #AnimalLovers pic.twitter.com/p8tIz07JyV

— Webdunia Gujarati (@Webdunia_Guj) February 3, 2024 >
 
નરેશ પરમાર નામના યુવાનનું મૃત્યુ થતા તેમની અંતિમયાત્રામાં આંખમાં આંસુ સાથે મિત્ર પોપટ પણ જોડાયો હતો. ડાધુઓએ પોપટને ભગાડવાનો પ્રયત્ન કર્યો છતાં મિત્રની ચિતા શાંત પડ્યા સુધી પોપટ સ્મશાનમાં જ રહ્યો હતો. મૃતક નરેશ પરમારનું માત્ર 17 વર્ષ વયે આકસ્મિક મૃત્યુ થતા ગઈકાલે તેમની અંતિમ યાત્રા યોજાઈ હતી.
 
નરેશ પોતે દરરોજ પોતાના પિતા સાથે મંદિરે જતો જ્યાં મંદિર બહાર પક્ષી ને દાણા નાખી પાણી પીવડાવતા હતા. દરરોજ નિત્યક્રમ હોઈ મંદિરે ચણ ખાવા આવતા પક્ષીઓ અને ખાસ પોપટ સાથે ખૂબ જ આત્મીયતાનો સંબંધ કેળવાયો હતો. અબોલ પોપટે અંતિમઘડી સુધી મિત્રતા નિભાવી હતી

સંબંધિત સમાચાર

Next Article