વલસાડના તિથલ રોડ પર અડધા જ કલાકના અંતરે બે લોકોને હાર્ટ એટેક આવ્યો

શનિવાર, 3 ફેબ્રુઆરી 2024 (13:31 IST)
- એક જ દિવસે બે વ્યક્તિના હાર્ટ એટેકના કારણે મોત 
-  એક 30 વર્ષીય યુવક અને એક 51 વર્ષીય અધેડનુ મોત 
 
વલસાડમાં એક જ દિવસે બે વ્યક્તિના હાર્ટ એટેકના કારણે મોત થયા છે. વલસાડના તિથલ રોડ એક જ દિવસમાં એક રોડ ઉપર બે લોકોના હાર્ટ એટેકથી ગણતરીની મિનિટોમાં નિધન થયા છે. જેમાં 51 વર્ષીય વ્યક્તિ ઘરેથી નોકરી જવા નીકળ્યા ત્યારે તિથલ રોડ પર હાર્ટ એટેકથી નિધન થયું તો આ જ રસ્તા પર ગણતરીની મિનિટોમાં એક RTO કર્મચારીને પણ હાર્ટ એટેક આવતા મોત થયું છે.

વલસાડના તિથલ રોડ ઉપર એક જ દિવસમાં અને એક જ રોડ પર એટલે કે  તિથલ રોડ પર બે લોકોના હાર્ટ એટેકથી નિધન થયા છે. પ્રથમ બનાવમાં વલસાડના તિથલ રોડ પર ર ચાલતા જતા 51 વર્ષીય રાજેશ સિંઘ નામના વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ મૃતક ચાલતા ચાલતા ઘરથી નોકરીએ જવા નીકળ્યા હતા. જોકે હાર્ટ એટેક આવતા જ તેઓ રસ્તા પર ઢળી પડતા સ્થાનિકોએ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે હોસ્પિટલમાં હાજર તબીબે રાજેશ સિંઘને મૃત જાહેર કર્યા હતા.

વલસાડના તિથલ રોડ ઉપર હાર્ટ એટેકના બીજો બનાવ સામે આવ્યો છે. જેમાં તિથલ રોડના 500 મીટરના અંતરે જ અડધા કલાકમાં બીજો બનાવ સામે આવ્યો છે. વિગતો મુજબ વલસાડ RTOના કર્મચારી ત્રીસ વર્ષીય જીમિત રાવલનું એટેક આવતા મોત થયું છે. તિથલ રોડ પર તેમને હાર્ટ એટેક આવતા તાત્કાલિક સારવાર અર્થે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે કસ્તુરબા હોસ્પિટલ દ્વારા મૃત જાહેર કરાયા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર