જેતપુરની 21 વર્ષની શ્રમિક યુવતીએ રાજકોટમાં દીકરીને જન્મ આપ્યો

Webdunia
સોમવાર, 30 મે 2022 (16:33 IST)
રાજકોટ જિલ્લાના જેતપુર પંથકના એક ગામમાં વાડીમાં રહી મજૂરી કરતી મૂળ મધ્‍યપ્રદેશની એક 21 વર્ષની યુવતી રાજકોટની પીડીયુ હોસ્‍પિટલના ગાયનેક વિભાગમાં દાખલ થઇ હતી. અહીં તેણે દીકરીને જન્‍મ આપ્‍યો છે. તેના લગ્ન થયા ન હોય તબીબે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જેતપુર તાલુકા પોલીસને જાણ કરી હતી. આથી જેતપુર પોલીસ રાજકોટ દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં યુવતીને પ્રેમી ભગાડી ગયો હતો પણ લગ્ન કર્યા નહોતા.જેતપુરના એક ગામમાં માતા-પિતા સાથે ખેતમજૂરી કરતી 21 વર્ષની યુવતી મધ્યપ્રદેશથી પોતાના પ્રેમીની માતા સાથે જેતપુર તરફ આવી રહી હતી. ત્‍યારે રાજકોટ પહોંચતા બસમાં હતી ત્‍યારે પેટમાં દુઃખાવો ઉપડતાં તેને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. અહીં ગાયનેક વિભાગમાં તપાસ થતાં તેના પેટમાં પુરા માસનો ગર્ભ હોવાનું ખુલ્‍યું હતુ઼. દરમિયાન તેણીએ આજે દીકરીને જન્‍મ આપ્‍યો હતો. લગ્ન થયા ન હોય તબીબે હોસ્પિટલ ચોકીમાં જાણ કરી હતી.

બાદમાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જેતપુર પોલીસને જાણ કરી હતી.આ યુવતીને મૂળ મધ્યપ્રદેશનો અને હાલ જેતપુર પંથકમાં રહેતો વિકાસ મોકણીયા અગાઉ ભગાડી લાવ્‍યો હતો. જોકે લગ્ન કરવાના બાકી રહી ગયા હતાં. બાળક પોતાનું જ હોવાનું તેણે પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. હાલ જેતપુર પોલીસે આ અંગે યુવતી, તેના પરિવારજનોની પૂછપરછ હાથ ધરી છે. તેમજ પ્રેમીનું પણ નિવેદન નોંધ્યું હતું. જેમાં પ્રેમીએ પોતાનું બાળક હોવાનું કબૂલ્યું છે.

સંબંધિત સમાચાર

Next Article