સુરતમાં બે કલાક્માં 2 ઇંચ વરસાદ, સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા

Webdunia
મંગળવાર, 7 સપ્ટેમ્બર 2021 (17:26 IST)
સોમવારે સવારથી જ મેઘરાજાથી સવારી આવી ગઇ હતી અને શહેરમાં વરસાદ ખાબક્યો હતો. સવારે છ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી બે ઇંચ વરસાદ નોંધાયો છે. જેથી બફારા અને ગરમીમાંથી સુરતીઓને રાહત મળી છે. જ્યારે સુરત શહેરના નીચાણવાળા વિસ્તારો અને રસ્તા પર પાણી ભરાઇ ગયા હતા. 
 
ઉધના, લિંયાબત, પાંડેસરા, અઠવલાઇન, પાલનપુર પાટીયા વિસ્તાર સહિત સમગ્ર શહેરમાં વરસાદ ખાબક્યો છે. ફક્ત બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસયો હતો. જેથી શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. પાલનપુર પાટિયા વિસ્તાર સહિત શહેરમાં વરસાદ ખાબક્યો હતો. ફક્ત બે કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો. જેથી શહેરના નીચાણવાળ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. પાલનપુર વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. સાથે જ શહેરના વિવિધ માર્ગો પર પણ પાણી ભરાઇ ગયા હતા. રસ્તા પર પાણી ભરાઇ જતાં વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. 
 
ઉધના ક્ષેત્રમાં રોડ નંબર નવ અને સિક્સલેન માર્ગ પર નવસારી તરફ જનાર માર્ગ પર લગભગ બે ફૂટ પાણી ભરાઇ ગયા હતા. મૂશળાધાર વરસાદની જનજીવન પર અસર વર્તાઇ રહી છે. સવારે જલદી કામ ધંધે જનાર લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગત વર્ષની તુલનામાં આ વખતે વરસાદ ઓછો થયો છે. વરસાદ બંધ થયાના એક કલાક બાદ રસ્તા પરથી પાણી ઓસરી ગયા હતા.

સંબંધિત સમાચાર

Next Article