છત્તીસગઢના CM ભૂપેશ બઘેલના પિતાની ધરપકડ, બ્રાહમણ સમાજને લઈને કરી હતી ટિપ્પણી

Webdunia
મંગળવાર, 7 સપ્ટેમ્બર 2021 (16:54 IST)
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ(Bhupesh Baghel)ના પિતા નંદકુમાર બઘેલની ધરપકડ કરવામાં આવી છે. નંદ કુમાર બઘેલે કથિત રીતે બ્રાહ્મણ સમાજ સામે ટિપ્પણી કરી હતી, જે માટે રાયપુરના ડીડી નગર પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.  નંદ કુમાર બઘેલની વિવાદાસ્પદ ટિપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
 
'સર્વ બ્રાહ્મણ સમાજ' ની ફરિયાદ પર કાર્યવાહી
 
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે 'સર્વ બ્રાહ્મણ સમાજ' ની ફરિયાદ પર ડીડી નગર પોલીસ સ્ટેશનની પોલીસે શનિવારે મોડી રાત્રે 86 વર્ષીય નંદકુમાર બઘેલ સામે FIR  નોંધાવી હતી. અધિકારીએ જણાવ્યું કે નંદકુમાર બઘેલ સામે IPC કલમ- 153A (વિવિધ સમૂહો વચ્ચે ધર્મ, જાતિ, જન્મ સ્થળ, રહેઠાણ અને ભાષાના આધારે  દુશ્મનાવટ પેદા કરે છે) અને કલમ 505 (1) (B) હેઠળ. ફરિયાદમાં સંગઠને આરોપ લગાવ્યો છે કે તાજેતરમાં મુખ્યમંત્રીના પિતાએ લોકોને બ્રાહ્મણોને વિદેશી કહીને બહિષ્કાર કરવાની અપીલ કરી હતી. તેમણે કથિત રીતે લોકોને બ્રાહ્મણોને ગામમાં પ્રવેશવા ન દેવા માટે પણ ઉશ્કેર્યા હતા. 
 
પિતાની ટિપ્પણીથી CM થયા દૂર 
 
અધિકારીના જણાવ્યા અનુસાર, નંદ કુમાર બઘેલે કથિત રીતે લોકોને "બ્રાહ્મણોને દેશમાંથી હાંકી કાઢવાની અપીલ કરી હતી.. અધિકારીએ જણાવ્યું કે, સંસ્થાએ પોતાની ફરિયાદમાં કહ્યું કે મુખ્યમંત્રીના પિતા દ્વારા કરવામાં આવેલી કથિત ટિપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ  છે. પોલીસના જણાવ્યા અનુસાર, નંદ કુમાર બઘેલે તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે કથિત ટિપ્પણી કરી હતી. પિતાની ટિપ્પણીથી ઉભા થયેલા વિવાદ બાદ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને પણ ખુલાસો કરવો પડ્યો હતો, તેમણે કહ્યું હતું કે તેઓ તેમના પિતાની ટિપ્પણીથી ખૂબ દુ:ખી છે.

સંબંધિત સમાચાર

Next Article