સિદ્ધાર્થ શુક્લાના નિધન પછી મા રીતા શુક્લાએ કરી હતી આ વાત, વાયરલ થઈ રહ્યો છે વીડિયો

મંગળવાર, 7 સપ્ટેમ્બર 2021 (16:28 IST)
સિદ્ધાર્થ શુક્લાના પરિવારના લોકોએ 6 સપ્ટેમ્બરની સાંજે 5 વાગે પ્રાર્થના સભા રાખી. આ વાતની માહિતી સિદ્ધાર્થના નિકટના મિત્ર કરણવીર બોહરાએ આપી હતી, આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સિસ્ટર શિવાની વાત કરતી દેખાય રહી છે. આ વીડિયોમાં બિગ બોસ સીઝન 13ના એક્સ કંટેસ્ટેંટ અને સિદ્ધાર્થના મિત્ર પારસ છાબડાએ પોતાના ઈસ્ટાગ્રામ પર શેયર કર્યો છે. 

 
સિદ્ધાર્થ શુક્લાના નિધન પછી પરિવારે રજુ કર્યુ નિવેદન, કહ્યુ - હવે તે હંમેશા દિલમાં રહેશે. 
 
આ વીડિયો શેયર કરતા પારસ છાબડાએ કેપ્શનમાં લખ્યુ - રીતા આંટી તમને વધુ શક્તિ મળે અને આને સાંભળ્યા પછી મને પણ થોડી શક્તિ મળી. આ સતસંગ માટે આભાર. 
 
આ વીડિયોમાં સિસ્ટર શિવાની એ દિવસનો ઉલ્લેખ કરી રહી છે જયારે સિદ્ધાર્થ શુક્લાની મા રીતાએ તેમની સાથે વાત કરી હતી. સિસ્ટર શિવાની વીડિયોમાં કહી રહી છે - 2 સપ્ટેમ્બરની સાંજે જ્યારે મે રીતા બહેન સાથે ફોન પર વાત કરઈ, એટલે સિદ્ધાર્થભાઈની મમ્મી. જે હાલ આપણને દીદીએ જણાવ્યુ ને માતાનો ઉછેર, સંસ્કાર.. તો જયારે મે તેમની સાથે વાત કરી તો તેમણે ફોન પર આવીને કહ્ય - ઓમ શાંતિ. 
સિસ્ટર શિવાની વીડિયોમાં આગળ કહે છે. આ ઓમ શાંતિમાં એટલી સ્થિરતા હતી, એટલી શક્તિ હતી. મે વિચાર્યુ કે ભગવાન આ કંઈ શક્તિ છે જે આ મા ના મુખ દ્વારા બોલી રહી છે.  પછી મે કહ્યુ - રીતા બહેન તમે ઠીક છો, તો તેમણે કહ્યુ મારી પાસે પરમાત્માની શક્તિ છે.  કેટલી મહાન આત્મા છે, જેની મા આટલી મહાન છે કે એ સમયે પણ તેના મનમાં ફક્ત એક જ સંકલ્પ છે કે એ ખુશ રહેશે જ્યા પણ જશે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર